________________
પત્રાંક-૫૬૮
૨૭૭
કે ભાઈ ! આ કોઈ લોકોત્તર વાત છે આ. લૌકિક વાત નથી પણ લોકોત્તર વાત છે. આત્માનું સાર્થક-કલ્યાણ થાય એવી કોઈ વાત છે. છતાં તમે પરીક્ષા કરી જુઓ. તમે બુદ્ધિવાળા માણસો છો, બુદ્ધિજીવી માણસો છો, તમારું પ્રયોજન તમે બુદ્ધિથી સાધ્ય કરો છો તો અહીંયાં પણ તમે તમારી પરીક્ષા કરીને નક્કી કરો. હું કહું એમ માનશો નહિ. એને ચોખ્ખું કહેવું કે હું કહું એવી રીતે માની લેતા નહિ. બુદ્ધિવાળો હશે એ વધારે ચોંકશે. કે આ તો ના પાડે છે. નહિતર માણસ એમ કહે કે હું કહું એ તું માન. બધા એમ કહે છે કે હું કહું ઇ તમારે માનવું. આ કહે છે કે નહિ, હું કહું એ વાત માનવી એમ નથી.
અમારે (એક ભાઈએ) એવો જવાબ દીધો હતો. ‘ગઢાળીવાળા’. તમારી દુકાને ‘ગુરુદેવ’નો ફોટો છે. ‘કાનજીસ્વામી’નો ફોટો છે. તમે માનો છો ? તો કહે હા હું તો માનું છું. કેમ લાગે છે ? તો કહે કેમ લાગે છે એનો જવાબ તો હું કેમ દઉં ? હું તો સારો જ દઉં ને. એનો શું અર્થ છે ? તમે આવીને નક્કી કરો. એવો જવાબ દીધો. તમે આવીને નક્કી કરો, પરીક્ષા કરો, તમને ઠીક લાગે એમ કરો. પણ નિર્ણય તો તમારે જ કરવો જોઈએ. હું તો એકતરફી કહું એનો શું અર્થ છે ? હું માનતો હોઉં તો બીજી તરફની તો વાત કરવાનો જ નથી. એનો તો કાંઈ અર્થ નથી. માણસ સમજુ છે. પોતાને પક્ષ છે એનો પક્ષ લેવાની વાત કરતા નથી. તો આ વાત કાંઈક વધારે વિચાર માગે છે, એનું મહત્ત્વ વધારે સ્પષ્ટ થઈ જાય છે.
એટલે જે બુદ્ધિજીવી લોકો છે એ તો થોડામાં પણ સમજે છે, કે ભલે જવાબ સામાન્ય રીતે આવવો જોઈએ એ રીતે અનુકૂળ જવાબ નથી આવતો પણ છતાં એમાં વાત વધારે મહત્ત્વની છે. એવી વાત છે. દાન કોણ દે ? માંગણ હોય એ દાન દે ? હોય એ દાન દે કે ન હોય એ દાન દે ? તો અહીંયાં કાંઈ આવ્યું છે એને પ્રભાવના કરવાની છે કે નથી આવ્યું એમાંથી કરવાની છે ? કેવી રીતે નક્કી કરવાનું ? પોતે માની બેઠા હોય કે ‘ગુરુદેવે’ અમને ઘણું આપ્યું છે. અમે ‘ગુરુદેવ’ પાસેથી ઘણું લીધું છે અને હવે એમને આપીએ છીએ. માની બેસે તો જુદી વાત છે. પણ આવ્યું છે કે કેમ ? આ જરા વિચાર માગે એવો વિષય છે.
એ ૫૬ ૮મો પત્ર (પૂરો) થયો.