________________
૨૭૬
રાજહૃદય ભાગ-૧૧
એટલે આત્માને લાભ નથી. ઉલટાનું એ જાણવાથી આત્માને નુકસાન છે. લાભ તો નથી પણ નુકસાન અવશ્ય છે.
મુમુક્ષુ ઃ– પુણ્ય ફરે છે એટલે...
પૂજ્ય ભાઈશ્રી : હા. એમાં આત્માર્થ કેવી રીતે નક્કી કરશું ? જે ફરતા હોય એને ફરવા દો, આપણે એનું પ્રયોજન નથી. ફરે તો પણ ભલે અને ઊભા રહે તો પણ ભલે. આપણે એનું કાંઈ પ્રયોજન નથી. કેટલીક વાત તો અપ્રયોજનની છે એ છોડી દેતા આવડવી જોઈએ કે એ લપમાં આપણે પડતું નથી.
મુમુક્ષુ :– બીજાને આપણે સારી સારી વાતો જાણીએ, બીજાને કહીએ તો
પ્રભાવના ન થાય?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રભાવના કેવી રીતે થાય ? પોતે તો પ્રભાવના પોતામાં કરી ન હોય, બીજામાં પ્રભાવના કેવી રીતે કરે ? કાંઈ પ્રભાવના થવાની નથી. એવી રીતે કાંઈ પ્રભાવના થાતી નથી. એવી રીતે પ્રભાવના કરવાની પદ્ધતિ પણ જિનશાસનમાં છે જ નહિ. એ પદ્ધતિ જ નથી. પહેલા તું તારી પ્રભાવના ક૨ પછી બીજાની પ્રભાવના કરજે. એમ ને એમ પ્રભાવના કરવા માટે નીકળી પડીશ તો તું કયાં ખોવાઈ જઈશ તને ખબર પડશે નહિ. આ પરિસ્થિતિ થાશે.
મુમુક્ષુઃ- સગા-વહાલા જે દૂર છે એ નજીક આવે આ ભાવના રહી જાય.
પૂજ્ય ભાઈશ્રી :– તો એને એટલું કહેવાય કે, ભાઈ ! નજીક આવવા જેવું છે. તમને અમારા ઉપર વિશ્વાસ હોય, અમારી યોગ્યતા ઉપર વિશ્વાસ હોય તો આ જગ્યાએ નજીક આવવા જેવું છે. એમ કહેવાય. પણ એથી કાંઈ એ આવશે જ એવું તો કાંઈ નથી. એનો આગ્રહ રાખ્યે કાંઈ કામ આવે એવું નથી. આવે તો ઠીક છે. એ તો એવું છે કે સહેજે સહેજે વિચક્ષણ માણસો હોય છે એ તો સમજે છે કે આ માણસ આ બાજુ ગયો છે તો કાંઈક એવું કામ હોવું જોઈએ કે જે આપણે જાણવું જરૂરી છે. એવું તો શું છે કે આ આ બાજુ જાય છે અને ઓલી બાજુ નથી જતાં ? કોઈક કયાંક તો જાય જ છે ને ? જો કાંઈક પોતામાં થોડી વિચક્ષણતા હોય તો જરૂર વિચારી લેશે, એ રીતે વિચારી લેશે. મુમુક્ષુ ઃ– એમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી ?
=
પૂજ્ય ભાઈશ્રી :– બહુ મહેનત કરવાની જરૂર નથી. પૂછે એને જવાબ દેવો. સામે ચાલીને કહેવા જશે તો કોઈ કાંઈ માનવાનું નથી. પૂછે એને જવાબ દેવો. કે કેમ લાગે છે તમે ત્યાં જાવ છો તો ? કોઈ પૂછશે. અમે તો આવતા નથી પણ તમે જાવ છો તો કાંઈક ભાળ્યું હશે ત્યારે જતા હશો. એવું શું જોયું છે કે તમે એ બાજુ જાવ છો ? તો એને કહેવું