________________
૨૭૫
પત્રક-૫૬૮ ઘણી વાતો નથી સમજતા. હવે અહીંયાં આવવાથી આપણને ઘણી ઘણી વાતો નવી નવી સમજાય છે. કે જે ઘણા લોકો જાણતા નથી. એવી વાતો આપણને સમજવા અને જાણવા મળે છે. પોતાની બીજા કરતા વિશેષતા થાયને. એ પણ નહિ. કોઈ ધ્યેય નહિ. કોઈ બીજું અન્ય કારણ નહિ એમ કહે છે. બીજાથી વિશેષતા નહિ, પોતાના કુતૂહલનો સંતોષ નહિ, કોઈ વાત નહિ. અધૂરી દશામાં, જાણપણામાં સંતોષ નહિ, કોઈ પ્રકારે સંતોષ નહિ. શાતામાં સંતોષ નહિ. એક પૂર્ણતા ન થાય ત્યાં સુધી ભારોભાર અસંતોષ વેદાય છે.
જ્ઞાનીને જુઓને કેટલો અસંતોષ વેદાય છે? એમનું પોતાનું તો પ્રકરણ ચાલે છે. એટલે તો પ્રશ્ન ઉઠાવે છે, કે એક બાજુથી રાગ કરવો નથી એમ નક્કી કર્યું છે કે જરાય રાગ કરવો નથી. અને બીજી બાજુથી વ્યવહારિક વિવેક કરતા પણ રાગાદિ પરિણામ થાય છે એનો ક્લેશ થયા વિના પણ રહેતો નથી. એ ક્લેશ થાય છે એનું કારણ છે, કે એ ધ્યેયથી સુસંગત નથી. એમ એની સાથે પોતાને મેળવાય જાય છે. એ દરેક પર્યાયે લક્ષ હોયતો ખ્યાલ રહે, લક્ષ ન હોય તો એ ખ્યાલ રહે નહિ. એમ થાય છે.
મુમુક્ષુ-દરેક પર્યાયે લક્ષ રાખવું જોઈએ?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ લક્ષ હોય તો દરેક પર્યાયે સહજ જ લક્ષ રહે. આપણે ગમે તેટલો વેપાર કરીએ કે ગમે તેટલો વ્યવહાર કરીએ પણ આર્થિક લક્ષ રહે છે કે નથી રહેતું? રહે છે કે નથી રહેતું? આપણને પૈસામાં નુકસાન છે કે લાભ છે? એ લક્ષ
ક્યારેયવિસ્મૃત થઈ જાય છે કેમ કે એ જીવનું ધ્યેય છે. જીવનું એ ધ્યેય છે માટે એ લક્ષ કાંઈ છૂટે નહિ. સહેજે જ રહી જાય. આ પણ સહેજે રહી જાય. એટલે એની વિરુદ્ધ વાત આવે એ તરત જ એને પોતાને Alarm અંદર વાગે કે આ વાતમાં આપણે આ બાજુ જવાય અને આ બાજુ ન જવાય.તરત જ એને ખબર પડે.
એ રીતે વાત અહીંયાં છેલ્લે-છેલ્લે પણ પ્રયોજનનો વિષય સાથે લઈ લીધો. જોયું? બીજી ચર્ચા દ્રવ્યાનુયોગ કરતા ધ્યાન ખેંચ્યું કે આ બધી વાત છે એ મોક્ષાર્થે છે. એમને એમ વાત કરવા ખાતર વાત કરવાની નથી. બહુભાગ તો જીવને કુતૂહલવૃત્તિ જે અનાદિની પરલક્ષી જ્ઞાનમાં થઈ છે એ કુતૂહલવૃત્તિ ખાતર નવું નવું જાણવા બેસી જાય છે. અને કાં તો એ જાણીને કાંઈક પોતાની વિશેષતા થશે. ક્યાંક પોતાની વિશેષતા થશે એવો પણ એને પોતાને ખ્યાલ હોય છે. એટલે એટલું પણ એને જાણવા માટેનો લોભ છે એ લંબાઈ જાય છે. એ બંને વખતે પોતાના મોક્ષાર્થનું જે ધ્યેય છે એ ધ્યેય શૂન્ય થઈ ગયું છે. એ ધ્યેય ત્યાં નથી રહ્યું. એ વાત સ્પષ્ટ છે. માટે એ જાણવાનું કાંઈ ફળ નથી.