________________
પત્રાંક-૫૬૯
૨૭૯
કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.
હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. " જનકાદિઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એ જકર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિપરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષાદિપરિણામ છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન નહોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસનિવર્તવો તેને શ્રી જિનત્યાગ કહેછે.
તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.
નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વત્ય કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે