________________
પત્રાંક-૫૬૯
૨૮૧ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ એકસિદ્ધાંત છે, કે આત્મજ્ઞાન થતાં જીવને સર્વાગ સમાધાન ઉત્પન્ન થાય છે. કોઈ એવું પડખું રહેતું નથી કે જીવને અસમાધાન થઈને મૂંઝવણ થાય, ક્લેશ થાય એવું એકપણ પડખું ઉત્પન્ન થતું નથી. એટલે “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી...” આમાં જગતની કોઈ સમસ્યા બાકી નથી. “મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” અને એ આત્મજ્ઞાન થવાનું કારણ શું છે એની અહીંયાં ચર્ચા કરી છે. કે જો આ એક જ પરિસ્થિતિ સર્વદુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટેની છે તો એ આત્મજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? એની લાઈનદોરી સંક્ષેપમાં લીધી છે. શૈલી તો ભિન્ન-ભિન્ન પત્રોમાં થોડી ભિન્ન-ભિન્ન આવે છે પણ બહુ સારી શૈલીથી પોતે વિષયની રજુઆત કરે
| ‘વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં.” આત્મવિચાર વિના. વિચારમાં શું લેવું છે ? વિચાર વગરનો તો કોઈ જીવ નથી. પણ બધો દેહાર્થે વિચાર કરવામાં આવે છે. શરીર અનુકૂળ રહે, શરીરની અનુકૂળતાના બધા સાધનો મને પણ મળ્યા કરે, રહ્યા કરે મને, એની કોઈ ગેરહાજરી ન થાય, વિયોગ ન થાય, સંયોગ બધા ઠીક રહે. આ દેહાથે સિવાય જીવને સંસારમાં બીજો વિચાર આવતો નથી. અહીંયાં એમ કહે છે કે આત્મજ્ઞાન માટે તો આત્મવિચાર જો આવે, તો જ આત્મજ્ઞાન થાય, આત્મવિચાર ન આવે તો આત્મજ્ઞાન થાય નહિ.
હવે અહીંયાં એક પગથિયું બીજું મૂકશે કે લગભગ જગતના એક મુઠ્ઠીભર લોકોને છોડી દેતાં કોઈ આત્મવિચાર કરતા નથી. મુઠ્ઠીભર માણસો જગતમાં એવા પણ છે કે કાંઈક આત્મવિચાર કરે છે. એ મુઠ્ઠીભર માણસો આત્મવિચાર કરે છે એમાં પણ વિચારબળવાળા માણસો નથી. વિચાર હોવા છતાં વિચારબળ નથી હોતું. આ એક એમણે ફોડ પાડીને વાત કરી છે, વિશેષ કરીને એ આવી કરી છે. એટલે શું છે કે આત્મવિચાર આવે છે. આત્મવિચારના સાધનો જે સન્શાસ્ત્ર અને સત્સંગ છે એ મળે છે. પણ જે વાતનું વિચારબળ નહિ હોવાથી એ વિચાર અને કામમાં આવતો નથી, નિષ્ફળ જાય છે. એ ચર્ચા કરી છે.
વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી” ઉત્પન્ન થતું નથી અથવા તો કામે લાગતું નથી. પ્રવર્તતું નથી એટલે કામયાબ થતું નથી. એનું કારણ શું છે કે એક તો જીવને અસત્સંગ છે. અને પ્રસંગો પણ અપ્રસંગો છે. એટલે દેવાર્થે જે પ્રવૃત્તિ કરવી પડે છે એ બધી