________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – એટલા માટે વાત કરી છે, કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરી લેજે. અસ...સંગ બળ નહિ ઘટે પરિણામમાં તો સત્સંગનો થોડો-ઘણો લાભ છે એ ધોવાઈ જતાં વાર લાગશે નહિ, નિષ્ફળ થતાં વાર નહિ લાગે. અને અસત્સંગનું બળ ઘટશે તો જ આત્મવિચાર તને થાશે. એનું બળ ચાલુ રહેશે તો આત્મવિચાર તારો ચાલશે નહિ. આત્માના હિતનો વિચાર લંબાશે નહિ. એ વિચાર કરવા બેસીશ તો બીજે તારો વિચાર વયો જાશે. વિચાર ત્યાં વયો જાશે. જ્યાં લાભ-નુકસાનનું કારણ હશે ત્યાં તારા વિચાર દોડ્યા વગર રહેશે નહિ.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. જ્યારે વિચારબળ તીવ્ર થાય છે, આત્મહિતનું વિચારબળ તીવ્ર થાય છે ત્યારે જ જીવ અવલોકનમાં આવી શકે છે. ખરેખરતો જેવિચાર કરે છે પણ એ વિચારેલી વાત અંદર આત્મામાં ઉતરતી નથી એનું શું કારણ છે? કે એનું જે વિચારબળ છે એ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થયું નથી કે જેને લઈને એને અવલોકન ચાલુ થાય. એટલે એ અવલોકન ચાલુ નથી થાતું એનું કારણ એની પાસે વિચારબળ નથી. હજી વિચારની સ્થિતિ–ભૂમિકા જ બહુ કાચી છે. એ પરિપક્વ થયા પછી બીજો તબક્કો શરૂ થાય છે. પછી આત્મજ્ઞાનનો વિષય ઊભો થાય છે. એ પહેલા આત્મજ્ઞાન તો ઘણું (દૂર છે). આત્મજ્ઞાનની વાતોથી કાંઈ આત્મજ્ઞાન થઈ જતું નથી. એની કોઈ ચોક્કસ Process છે, પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી આત્મજ્ઞાન આવે છે. એમને એમ અધ્ધરથી આવતું નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પ્રત્યક્ષ સત્પરુષને ગૌણ કરે કે જુદાં રાખે, ભિન્નતા. રાખે અને એમ કહે કે ના, અમે તો શાસ્ત્ર વાંચીએ છીએ. પરોક્ષ જિન ઉપકાર અમે તો જિનેન્દ્રની વાણી વાંચીએ છીએ. અમારી પાસે જિનેશ્વરની વાણી છે. એ વાતમાં કોઈ માલ નથી. તને આત્માના હિતનો વિચાર પણ હજી ઊગ્યો નથી. અમે તો એમ કહીએ છીએ.... એ કક્ષામાં મૂકી દીધા. એટલે જે સત્પરુષને ગૌણ કરીને શાસ્ત્ર વાંચવા જાય છે એને આત્મહિતના વિચારની કક્ષામાંથી એમને કાઢી નાખ્યા છે. એ વર્ગમાં એનો હજી પ્રવેશ નથી. એને આત્માના હિતનો વિચાર જ ઊગ્યો નથી એમ સમજી લેવા જેવું છે. એમ કીધું. ત્યાં તો એવાત છે.
મુમુક્ષુ - આ વિચારલાયક જજીવ નથી ? પૂજ્ય ભાઈશ્રી :- આત્મહિતનો વિચાર એને આવ્યો જ નથી ને, એમ કહે છે.