________________
પત્રાંક-૫૬૯
૨૮૫
પ્રતિબંધ છે. નહિતર તારી મુનિદશા નહિ રહે. તું પડી જઈશ. તો મુમુક્ષુને તો પછી એમાં પ્રશ્ન જ ક્યાં રહે છે ?
ભલે ‘સોભાગભાઈ’ સુપાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્રજીવ છે તોપણ એમને પણ બીજો સંગ છે, કુટુંબનો સંગ છે, સમાજમાં પણ ‘ડુંગરભાઈ' વગેરેનો સંગ રહે છે. તો કહે છે, અસત્પ્રસંગ છે એનાથી બચજે, કુસંગથી પણ બચજે અને સત્સંગમાં તું રહેજે. તારું આત્મહિત થાશે. આ વાત તો મુમુક્ષુને તો વધારેમાં વધારે એટલા માટે લાગુ પડે છે કે એનો તો કયારે પણ ઉપયોગ અંતર્મુખ થતો નથી. સાધકને તો ક્યારેક થાય છે અને પાછી એની પાસે પરિણતિ છે. મુનિદશામાં તો અંતર્મુહૂર્તમાં ક્ષણે ને ક્ષણે થાય છે. એટલે આ તો બિલકુલ જગ્યા જ હજી ખાલી છે.
મુમુક્ષુને સત્સંગ વિશેષપણે બોધ્યો છે એનું કારણ એ છે કે એનો ઉપયોગ જ હજી અંતર્મુખ ગયો નથી. એની તો ઘણી તૈયારી કરવાની છે. જેને મૂડી હોય અને થોડું નુકસાન જાય તો વાંધો ન આવે. પણ નમૂડીયાને નુકસાન જાય તો માથે દેવું થાય. શું થાય ? જમ્યા હોય ને ઊલટી થાય તો ખાધેલું નીકળે. પણ ખાલી કોઠે ઊલટી થાય તો આંતરડા ઊંચા થઈ જાય, નબળાઈ આવી જાય. એના જેવી વાત છે. મુમુક્ષુ પાસે તો આત્માની મૂડી જ નથી. તો એને તો નુકસાન પાલવે એવું નથી. તો એને વિશેષ જાગૃતિ (રાખવી.) સત્સંગની જે વિશેષ વાત કરે છે એનું કારણ એ છે. એની પરિસ્થિતિ જોઈને જ કહે છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં જે રસ લે છે. કેમકે ઉપયોગ, સત્સંગ તો અલ્પ કાળ કલાક, બે કલાક મળવાનો છે. ઘરે જઈને કલાક, બે કલાક વાંચે તો આખા દિવસમાં ત્રણ કલાક, ચાર કલાક, પાંચ કલાસ, બસ. વધુમાં વધુ. પછી શું ? ચોવીસ કલાકમાંથી ચાર-પાંચ કલાક કો’કને કો’ક જ લેતું
હશે પણ એ લેતા હોય એમ સમજીને આપણે ચાલીએ. સમર્થ દૃષ્ટાંત લઈએ તો. તો બાકીના ૧૮ કલાક, ૧૯ કલાક, ૨૦ કલાકનું શું ? એનો વિચાર પણ ગંભીરતાથી ક૨વા જેવો છે. એ વાત અસત્સંગ અને અસત્પ્રસંગમાં જાય છે. કે ત્યાં તારો રસ કેટલો જાય છે ? કેમ જાય છે ? કેવી રીતે જાય છે ? કાંઈ જાગૃતિ છે કે એમ ને એમ બફમમાં ચાલ્યો જા છો ? શું છે ? આ એક એવી વાત કરી છે કે જેની મુમુક્ષુને ચોંટ લાગવી જોઈએ. જો આ જગ્યાએ ચોંટ ન લાગે તો આંખના પલકારામાં આયુષ્ય પૂરું થઈ જશે. વાર નહિ લાગે. કયાં જઈશ એનો પત્તો નહિ લાગે. આ બચવા માટે વાત કરી.