________________
પત્રાંક-૫૬૯
૨૮૭ ઊગ્યો જ નથી. ઊગે ન આત્મવિચાર'. ઊગ્યો જ નથી એમ કહે છે. એને ઊગી શકે જ નહિ. એ તો ઊંધે રસ્તે જાય છે. સવળા રસ્તામાં પગલું જ ક્યાંથી ભરે? એમ કહે છે. એ ઊંધે રસ્તે જચડેલો છે. પછી હજી આત્મવિચારમાં આવે, આત્મવિચારમાં આવ્યા પછી વિચારબળમાં આવે, વિચારબળમાં આવતા અવલોકનમાં આવે તો આત્મજ્ઞાન થાય. તો પદાર્થ નિર્ણયમાં આવે, નિર્ણયમાં આવે, તો પુરુષાર્થમાં આવે, પુરુષાર્થમાં આવે તો એના ફળમાં આત્મજ્ઞાન થાય. એનો એટલો ક્રમ છે. આટલા પગથિયા ચડ્યા વિના એમ ને એમ કોઈ આશા રાખે એ વાત તો કોઈ નકામી છે, સમજ્યા વગરની છે. આ પત્ર બહુ સારો જુદી રીતે આવ્યો છે.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, મોક્ષની વાત લીધી. મોક્ષ કેવો છે?કે આત્મજ્ઞાન જેને થાય તેને નિજસ્વભાવસ્વરૂપ. સર્વ ક્લેશ અને સર્વદુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. આ મોક્ષનું સ્વરૂપ કહ્યું, કે જેમાં પોતાના સ્વભાવમય, સ્વભાવઆકાર, સ્વભાવરૂપે,સ્વભાવસ્વરૂપે પરિણમન છે. જેમાં સર્વ ક્લેશનો અને સર્વદુઃખનો નાશ થાય છે. “એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. એ વાત સંપૂર્ણપણે સત્ય છે. પરમસત્ય વાત છે. એ કેવળ સત્ય કહો કે પરમસત્ય વાત છે. આમ સત્સંગથી માંડીને મોક્ષપર્યતનું સીધું અનુસંધાન છે. ચોખ્ખી લાઈનદોરી છે.
- આ શાસ્ત્રો આચારાંગ વગેરે છે એ તો ભગવાનની વાણી ગણે છે ને ? એ સંપ્રદાયની અંદર તો ત્યાગીઓ, સાધુઓ, આચાર્યો, મુનિઓ ઘણા છે. હવે કોઈ સપુરુષ થાય છે. ઓલા બધા તો આત્મજ્ઞાન રહિત છે. કોઈ પુરુષ થાય છે ત્યારે ઓલા એને વિમુખ કરે કે એને તો હજી દુકાન છે, એને તો હજી બૈરાં-છોકરા છે ઘરે. ત્યાં ક્યાં જાય છે) ?આ ત્યાગીને બેઠા છે. બધું છોડીને બેઠા છે. ઊના પાણી પીને ઉઘાડા પગે ચાલીએ છીએ. અહીંયાં તો પાછી ભગવાનની વાણી છે. જુઓ ! અમે તમને આચારાંગ સંભળાવીએ છીએ, અમે તમને સૂયગડાંગ સંભળાવીએ છીએ, અમે ફલાણું તમને સંભળાવીએ છીએ. એની વાણીમાં શું છે ? અમારી પાસે તો ભગવાનની વાણી છે. ઘરે જઈને બેસીને છાનામાના શાસ્ત્રો વાંચો.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” એ સદ્દગુરુકયાંથી થયા? એ તો ગૃહસ્થ છે. તો કહે છે, “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ હોય.” આ તો કોઈ આત્માર્થી પણ નથી. બે વાતનો ફેંસલો એમણે કર્યો છે, એ વર્તમાન પરિસ્થિતિ ઉપર.(અહીં સુધી રાખીએ).....