________________
૨૮૪
રાજહૃદય ભાગ-૧૧ આત્મહિત સિવાયનો બીજો સંગ છે એ પ્રત્યેના પરિણામનો રસ ઘટે ત્યારે જીવને આત્મહિતનો વિચાર થાય. આત્મહિતનો વિચાર થવાનો અવકાશ થાય. અવકાશ થવો એટલે અહીંયાં ભાવમાં. એકલો સમયમાં નથી લેવો. ભાવમાં અવકાશ થવો જોઈએ. ખાલી જગ્યા થવી જોઈએ.
પૂર્વગ્રહિત જે કાંઈ પોતાના નિર્ણયો છે, વિચારો છે એ એમને એમ રહે ત્યાં ખાલી જગ્યાનપડે અને નવી સત્સંગની વાત સ્થાન પામે એવું કદિ બનતું નથી. અવકાશ થવો જોઈએ, ખાલી જગ્યા થવી જોઈએ. ગુરુદેવશ્રી' એક સૂચના આપતા. તત્ત્વ સાંભળવા બેસનારને એક સૂચના આપતા કે કોરી પાટી થઈને બેસો. શું કહે ? અત્યાર સુધી તેં જે કાંઈ કર્યું છે, જાણ્યું છે, સમજ્યો છે, તારા નિર્ણયો છે, એ બધા ઉપર મીંડા મૂકીને સાંભળવા બેસજે. એમ પણ કહેતા. મીંડા મૂકી દેજે, એમ કહે. મીંડા મૂકી દે એટલે ચોકડી કહો, શૂન્ય કહો, કોરી પાટી થઈ જા તું એકવાર. નહિતર શું થાય છે કે અંદર જગ્યા હોતી નથી. નવી વાત પ્રવેશ પામે કે નવી વાત સ્થાન પામે એવી જગ્યા જ હોતી, નથી. જૂની વાત એમ ને એમ ઊભી રાખેલી હોય છે. એટલે ઓલી વાત ઉપર ઉપરથી ક્યાંયની ક્યાંય સ્થાન પામ્યા વગર જ આગળ વઈ જાય અને પોતાને કાંઈ એની અસર રહે નહિ. આ પરિસ્થિતિ થાય છે.
મુમુક્ષુ- “સોભાગભાઈને તો આવું કાંઈ અસત્સંગ કે આરંભ પરિગ્રહનહોતો, જેવો અત્યારે અમારે છે...
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે જ. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. પછી વિશેષ પાત્રજીવ હોય, મધ્યમ કક્ષાની પાત્રતાવાળા હોય કે જઘન્ય પાત્રતાવાળા હોય. કોઈપણ જીવને. મુમુક્ષુમાં પાત્રતા ન હોય તો મુમુક્ષુ જ નથી. પણ પાત્રતા હોય તોપણ જઘન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા કે ઉત્કૃષ્ટ પાત્રતા ગમે તેવી પાત્રતા હોય, આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સંગ પ્રત્યેનો નિર્દેષ તો મુનિદશા સુધી કર્યો છે. જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ કોઈ ને કોઈ પદાર્થનો સંગ કરવાનો છે. પછી શ્રેણી માંડે છે. સાતમા ગુણસ્થાન પછી આગળ જાય તો ઉપયોગ બહાર ન જાય. આઠમાથી ઉપર જાય તો. પણ એ પહેલા તો સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠ ગુણસ્થાને મુનિરાજ આવે છે. તો એને કહે છે કે તું દ્રવ્યલિંગીનો સંગ કરતો નહિ. બીજા મુનિ. મુનિમાં ને મુનિમાં. એને તો બીજો સમાજ નથી. પણ મુનિઓના સંગની અંદર કોઈ મિથ્યાષ્ટિ હોય છે,દ્રવ્યલિંગી હોય છે. મુનિ દેખાય. પણ ભાવલિંગી મુનિ હોતા નથી. તો તારે સંગ કરવાનો પ્રતિબંધ છે. તારે સંગ કરવાનો