________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૧
અસત્પ્રસંગવાળી છે. અને આત્મહિતના હેતુ સિવાયનો જેટલો કોઈ સંગ છે એ બધો અસત્સંગ છે. એક આત્મહિતના હેતુથી જેનો સંગ થાય છે એટલો જ સત્સંગ છે. બાકીનું બધું અસત્સંગમાં જાય છે. અને કોઈ અવગુણી જીવનો સંગ કે પ્રીતિ કરે તો કુસંગમાં જ સીધો જાય છે. સત્સંગ, અસત્સંગ અને કુસંગ. સંગના ત્રણ ભેદ છે.
સત્સ્વરૂપ પ્રગટ થવા અર્થે, સત્સ્વરૂપના પ્રગટ થવાની ભાવના અર્થે અને એ ધ્યેય અર્થે કાંઈ સંગ કરવામાં આવે તો એ સત્સંગ છે. બાકી એ સિવાય કાંઈ સત્સંગ નથી. અને તે મુખ્યપણે એવા ધ્યેયવાળા મુમુક્ષુઓ હોય અથવા સત્પુરુષો હોય એનો સંગ એને જ સત્સંગ કહેવામાં આવે છે. પછી બાકીના બધા સંગ છે જે કુદરતી યોગાનુયોગે હળવામળવાનું થાય છે કુટુંબમાં, બજારમાં, દુકાનમાં, ઓફિસમાં, સમાજમાં, એ કોઈ સત્સંગ નથી પણ એ બધા અસત્સંગમાં જાય છે. એની બધી જે પ્રવૃત્તિ છે એ પ્રસંગો બધા અસત્ પ્રસંગોમાં જાય છે. અને એમાં પણ કોઈ અવગુણી હોય, આત્માના હિતથી વિરુદ્ધ ચાલનારા જીવો હોય, એની સાથેનો સંગ હોય તો એ બધા કુસંગની અંદર જાય છે. તો એ તો એકદમ નિષેધ્ય છે. એના કરતા તો ઝેર ખાવું સારું છે કે અજગરના મુખમાં પ્રવેશ કરવો સારું છે કે આગ સળગતી હોય તો એમાં પડતું મૂકવું સારું છે કે દરિયામાં ડૂબી મરવું સારું છે, એમ કરીને આચાર્યોએ બહુ વાત લખી છે. ખાસ કરીને આ જે આ પુસ્તકમાં બહુ ચાલ્યું છે. પરમાગમ ચિંતામણી’માં બહુ તારવ્યું છે. જુદા જુદા આચાર્યોના ઘણા બોલ તારવ્યા છે. કુસંગ માટે તો ઘણો નિષેધ કર્યો છે.
એ તો સત્સંગ જેટલો ઉપાદેય છે એટલે કે સત્સંગ જેમ સર્વથા મુમુક્ષુને ઉપાદેય છે એમ કુસંગ સર્વથા હેય છે. એ વાત એમાં લીધી. પણ કુસંગનો પ્રસંગ પણ થોડો છે, સત્સંગનો પ્રસંગ પણ થોડો છે. સત્સંગ અમૃત છે અને કુસંગ ઝેર છે. પણ અસત્સંગ અને અસત્પ્રસંગનો પ્રકાર ઝાઝો છે, ઘણો છે. આમ જો વિચાર કરવામાં આવે તો જીવને અસત્સંગ અને અસત્ પ્રસંગનો ઘેરોવો ઘણો છે. લગભગ એની વચ્ચે જ એ એની જીંદગીનો મોટો સમય પસાર કરે છે. કેમકે લગભગ કુટુંબમાં પસાર કરવામાં આવે. આઠ કલાક ધંધાર્થે કે નોકરીમાં પસાર કરવામાં આવે. બાકી સમાજની અંદર પ્રવૃત્તિ રહે. તો એ બધો અસત્સંગનો પ્રસંગ ઘણો છે એની અંદર.
મુમુક્ષુ :- આ અસત્પ્રસંગ અને અસત્સંગ એ કુસંગનું નિમિત્તકા૨ણ થઈ ગયું ? પૂજ્ય ભાઈશ્રી :– હા. અસત્સંગ વિશેષ રહે પણ એને કુસંગ હોય ત્યારે કુસંગની
=
ખબર ન પડે. સત્સંગમાં જ અસત્સંગ અને કુસંગની ખબર પડે. એટલે અસત્સંગ હોય