________________
રાજહૃદય ભાગ-૧૧
વિચારમાં સ્ફુરી આવતા સ્વતિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.
૨૮૦
જીવ,પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી. સમજવું યોગ્ય થશે.
તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.
૫૬૯મો પત્ર પણ સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. આ પત્ર મુમુક્ષુજીવને બહુ ઉપયોગી થાય એવો પત્ર છે. જેમ ૨૫૪ મો ઘણો ઉપયોગી થાય એવો છે. એવો જ આ ૫૬૯માં પત્રમાં ઘણી વાતો કરી છે. જોકે પોતે જ લખ્યું છે, કે આ પત્ર તમને હું સ્વવિચારબળ વધવાને અર્થે લખ્યું છે. પાછળ છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં...' એટલે મારા અને તમારી વચ્ચે સંબંધ જેવા ‘વચનો આ પત્રમાં લખ્યા છે... એટલે મારી બાબતમાં પણ વાત લખી છે, તમારી બાબતમાં પણ વાત લખી છે. ‘તે વિચારમાં સ્ફુરી આવતાં...' લખતાં-લખતાં જે વિચારની સ્ફુરણા થઈ, પહેલેથી કોઈ Pre-planning નહોતું. આમ આ પત્ર આ રીતે આ પત્ર આવી રીતે ગોઠવીને લખવો છે, એમ નથી. પણ ‘વિચારમાં સ્ફુરી આવતાં સ્વવિચારબળ વધાવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.’ તમે વારંવાર વાંચજો, વિચારજો. તમારું વિચારબળ વધે એટલા માટે વાત લખી છે. વિચારબળ ઉપર આમાં આગળા પત્રમાં થોડી વાત કાલે ચાલી ગઈ છે, કે વિચાર થવો એક વાત છે, વિચારબળ થવું તે જુદી જ વાત છે.
વિચાર તો વાંચે, સાંભળે એનો વિચાર તો આવે, પણ એનું વિચારબળ કામ ન કરે એટલે એ કામની અંદર પોતે આગળ વધી ન શકે. એ ઉપદેશ પરિણમાવવા માટે એની શક્તિ કામ ન કરે. એને વિચાર થવા છતાં વિચારબળ નથી કામ કરતું એમ કહેવામાં આવે છે. આ વિષય ઉપર ભાગ્યે જ કોઈ મુમુક્ષુઓનું ધ્યાન છે, ખ્યાલ છે એવો આ વિષય છે. એટલે એનું મહત્ત્વ વધારે છે. કેમકે આપણે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ વિશેષે કરીને છે. શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રો સાંભળવા, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ચાલે છે, શિબિરો ચાલે છે. પણ વિચાર શું ? વિચારબળ શું ? એના માટે શું હોય, શું ન હોય ? આ પડખાથી લગભગ આપણો સમાજ પણ અજાણ છે. એવી આમાંથી વાત નીકળે છે.