________________
પત્રાંક-૫૬૮
૨૭૩
વિચાર કરવો. અથવા જે જે વિષયમાં અસમાધાન રહેતું હોય, વિકલ્પ રહ્યા કરતો હોય તો જ્ઞાનીના વચનો અનુસાર અથવા શાસ્ત્ર અનુસાર એનો વિચાર કરવો. કલ્પના ન કરવી. એ અનુસાર વિચાર કરવો. જ્ઞાનીએ જે કહ્યું હોય, શાસ્ત્રમાં જે કહ્યું હોય એ અનુસાર વિચાર કરવો.
જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે,...' ’ અથવા જેટલો કોઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે અથવા સર્વ પદાર્થનો માનો કે વિચા૨ કરવો છે, તોપણ તે જીવના મોક્ષાર્થે કરવો છે. જુઓ ! શું કહે છે ? ધ્યેયશૂન્ય તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ નથી. તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ ધ્યેયશૂન્ય હોવી જોઈએ નહિ. આમ તો શું છે કે ઘણા લોકો શાસ્ત્રો વાંચે છે અને ઘણા લોકો શાસ્ત્રો સાંભળે છે. પણ શું કરવા ? એ વાત કાંઈ એને લક્ષમાં રહેતી નથી, લક્ષ છૂટી જાય છે અને શીખવા માટે, વાંચવા માટે, બીજાને સમજાવવા માટે, બીજાને કહેવા માટે કાંઈ ને કાંઈ અન્ય હેતુએ જીવ આ ક્ષેત્રમાં આવીને તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. તો કહે છે કે એ વિપરીત છે. એ પ્રવૃત્તિ છે એ ખરેખર વિપરીત છે.
અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.’ નીચેના પત્ર (૫૬૯)માં પણ એવી એક વાત લખી છે કે ‘સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.’ એમ લીધું. જેટલું જાણ્યું એ બધું નિષ્ફળ છે. એટલે જ્યારે પદાર્થનું સ્વરૂપ અહીંયાં લીધું ને ? જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ...' જે કાંઈ પોતાને જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એ જિજ્ઞાસા પાછળ સ્પષ્ટ પોતાની સમજણ હોવી જોઈએ, કે મારે મારા આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાન માટે, મોક્ષાર્થે આ સમજવું છે. જાણવા માટે જાણવું છે એમ નથી. જાણવા ખાતર જાણવું છે, વાંચવા ખાતર વાંચવું છે, સાંભળવા ખાતર સાંભળવું છે એમ નથી પણ આ હેતુ મારો સાથે સાથે હોવો જોઈએ.
કોઈ એમ કહે કે અમે આવ્યા ત્યારે એવો વિચાર કરીને જ આવેલા. બીજા ક્ષેત્રમાંથી આ ક્ષેત્ર બદલીને પ્રવૃત્તિ બદલી. આ તો ક્ષેત્ર પણ બીજું છે ને ? આ ક્ષેત્રમાં પહેલેથી નહોતા અને આ ક્ષેત્રમાં આવ્યા, તો આવા વિચારથી તો આવ્યા હતા. આવું ધ્યેય લઈને તો આવ્યા હતા, આવું નક્કી કરીને તો આવ્યા હતા. જો ખરેખર એમ નક્કી કર્યું હોય, ઉ૫૨ ઉપ૨થી નહિ પણ ખરેખર નક્કી કર્યું હોય, તો એ લક્ષ છે એ સદાય જળવાય રહે છે ? જ્યારે જ્યારે પોતે એ પ્રવૃત્તિ કરે છે ત્યારે એ પોતાના લક્ષને પહોંચવા માટેની પ્રવૃત્તિ છે એમ બરાબર એની ચકાસણી કરી લેવામાં આવે છે ? કે જાણે એ વાત