________________
૨૭૦
રાજહૃદય ભાગ-૧૧ ભવિષ્ય મોટું પણ બહુ લાંબો કાળ ભવિષ્યનો સુધરી જાય છે. એટલો વિચાર કરીને એણે જે કાંઈ કરવું જોઈએ તે કરવું જોઈએ અથવા મુખ્ય ગૌણની યોજના કરવી. જોઈએ. જેટલા કોઈ દેહાર્થના કાર્યો છે કે જે કર્યા વિના પોતાને ચાલે એવું નથી અથવા પરિણામ બગડી જાય એવું છે, દીનતામાં આવવું પડે એવું છે તો એ ગૌણ રાખીને કરે, મુખ્યપણે આત્મહિતનું લક્ષ રાખે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે...” શું કહે છે? દેહ ઉપર મમત્વ ઘણું છે. દેહ ઉપર એટલું મમત્વ છે કે એની ક્ષણભંગુરતાને પણ ગૌણ કરી જાય છે. વિસ્મરણ કરે છે એટલે ગૌણ કરી જાય છે. તો કહે છે, એના વિનાશીકપણાને તું ગૌણ કરે છો પણ વીતરાગને તો કેટલી સિદ્ધિઓ પ્રગટી હતી. અનંત સિદ્ધિઓ પ્રગટી હતી. એવા મહા રિદ્ધિ-સિદ્ધિના ધણી હતા. એ સર્વજ્ઞ વીતરાગે પણ દેહને અનિત્ય દીઠો છે અને એમણે પણ છોડ્યો છે. એમણે પણ દેહને રાખ્યો નથી.
દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? પાછો દેહને છોડવો નથી એટલે એને રાખવાની, અત્યારથી સંભાળવાની (પ્રવૃત્તિ કર્યા કરે છે. કોઈ એમ વિચારે, કે અત્યારથી બરાબર સંભાળી લીધું હોય ને, તબીયત પહેલેથી જ સંભાળી રાખી હોય, ખાવામાં, પીવામાં, દવામાં, બીજી, ત્રીજી રીતે અનેક પ્રકારે, તો પછી આગળ વાંધો ન આવે. એ વાતમાં કાંઈ માલ નથી. જો પોતાની સંભાળેલી સંભાળતી હોય તો કોઈ શરીરની અશાતાની એક જરા પણ તકલીફ ઉત્પન અથવા ન દે. પણ એ વાતતો પ્રત્યક્ષ જોવામાં આવતી નથી.
મુમુક્ષુ-એવો અભિપ્રાય તો બંધાયેલો છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એવો અભિપ્રાય નક્કી કરેલો છે. કે શરીરને જો બરાબર જાળવ્યું હોય, બરાબર સાચવ્યું હોય તો પછી મોટી ઉંમરમાં પણ તબિયત સારી રહે. અને તબિયત સારી રહે એનો અર્થ એ છે કે મારે આ દેહને છોડવો નથી અને છૂટવા દેવો નથી. પાછળ શું છે? લાલસા ભેગી કઈ છે? કે આ દેહનો ત્યાગ ન થવો જોઈએ. અને જલ્દી ન છૂટવો જોઈએ અને છૂટવાનો આરો આવે ત્યારે પણ ન છૂટે એવી જ પરિસ્થિતિ આપણે પહેલેથી કરી રાખવી જોઈએ.
કહે છે કે, ભાઈ ! વીતરાગને અનંત સિદ્ધિ પ્રગટી એ સર્વજ્ઞ પરમેશ્વર થયા એમને પણ એમના જ્ઞાનમાં પોતાના દેહને પણ અનિત્યભાવી દીઠો છે. એનો ભાવ એટલે સદૂભાવ અનિત્ય છે. નિત્ય રહી શકે એ પરિસ્થિતિ છે નહિ તો કયા કયા પ્રયોગો તારે