________________
પત્રાંક-૫૬૮
૨૬૭ પાછું. અમારે જોઈએ જ નહિ ને. એવી એની પ્રામાણિકતા છે. પછી પોતાને પ્રામાણિકતા સાચવવી રહી.
અને મૃત્યુનું આવવું અવશ્ય છે....” એટલે દેહનું જીવથી છૂટા પડવું તે અવશ્ય છે. મૃત્યુ એટલે કાંઈ આત્મા મરતો નથી. પણ શરીરને અને જીવને છૂટા પડવાનું અવશ્ય છે. એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે....” એવો પ્રત્યક્ષ અનુભવ છે એમાં કાંઈ કોઈ કિલ્પિત વાત નથી. દેહ અને આત્મા છૂટા પડી જાય છે. તેમ છતાં પણ આ જીવતે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. રોજ જોવે છે. છાપામાં તો હવે રોજ એની કોલમ જ જુદી આવે છે. મૃત્યુનોંધની કોલમ રોજ આવે છે. છતાં પાછો ભૂલી જાય છે. હજી વાંચીને નીકળ્યો હોય, એક મિનિટમાં છાપું મૂકે ત્યાં ભૂલી જાય કે જાણે હું મરવાનો નથી. એ બહુ મોટું આશ્ચર્ય છે કે આવું ક્યાં ભૂલી જાય છે?
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે.” સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર, જેને સદેહે મુક્તિ છે એમ કહેવામાં આવે છે અથવા દેહસહિત જીવન્મુક્ત દશાનો જે અનુભવ કરે છે, એવા જિનેશ્વરનું જે શરીર છે એ તેરમા ગુણસ્થાને ઔદારિક પરમાણુમાંથી પરમ ઔદારિક પરમાણુ થાય છે. ગમે તેટલું કૃશ થઈ ગયું હોય. છેલ્લા વર્ષોમાં તપશ્ચર્યા થઈ હોય, રોગથી ગ્રસિત થયું હોય, અનેક જાતની ગડબડ થઈ ગઈ હોય. કાળુ કુબડું ગમે તેવું હોય, બેડોળ હોય. પણ જો તેરમું ગુણસ્થાન આવે એટલે આખું શરીર ફરી જાય. એકદમ સુંદર તેજસ્વી થઈ જાય). સૂર્ય-ચંદ્રઝાંખા પડે એવું તેજસ્વી અને ઘાટીલું. એક એક અવયવ. જે આ ભગવનની પ્રતિમા આપણે છે, તેવું સમચતુરસ્ત્ર સંસ્થાન ઓરસચોરસ શરીર બની જાય છે. એક એક પરમાણુ શાંતરસના, આખા જગતના શાંતરસના પરમાણુ જાણે અહીંયાં આવીને નિવાસ કર્યા છે. એટલી શાંતિ, પ્રકૃષ્ટ શાંતિ એમની મુદ્રા ઉપર જોવામાં આવે છે. એટલી ઉત્કૃષ્ટ નિર્દોષતા. કેમકે સંપૂર્ણ વીતરાગદશા પ્રગટી છે. એટલી નિર્દોષતા જોવામાં આવે છે. આ દેહને અનિત્યભાવી દીઠો છે... એમણે પણ જોયું છે કે આ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આ સંયોગ છે એ પણ ભાડતી ઘર છે. એમાં પણ કાંઈ કાયમ રહેવાની વાત નથી.
તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?’ છે કોઈ પ્રયોગ ? એમ કહે છે. જીવ અને દેહ છૂટા ન પડે અને બાંધી રાખે, જીવ સાથે દેહને બાંધી રાખે એવો કોઈ પ્રયોગ છે ? જગતમાં એવો કોઈ પ્રયોગ છે જ નહિ. વીતરાગનું પરમઔદારિક શરીર પણ છૂટું પડે છે. પછી બીજા જીવે શું આશા રાખવાની હોય?