________________
૨૬૫
પત્રાંક-૫૬૮ આમ કેમ લખ્યું હશે ? કે જ્ઞાનીને પણ ભ્રમનો ઉદય થાય. મતિભ્રમ છે એ તો જ્ઞાનને વિભ્રમ કરી નાખ્યું. એ બહારના પદાર્થો વિષયક વાત છે. આત્માવિષયક એ ભ્રમ થતો નથી.
તથાપિ પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય. એટલે કે બોધ અને વૈરાગ્ય વસ્યા હોય, જ્ઞાન અને વૈરાગ્ય ઘર કરી ગયા હોય. તે પ્રમાણે તે રોગને જીવતે તે પ્રસંગમાં ઘણું કરી દે છે. એટલે એ રીતે એને જે વેદન છે એ જ્ઞાન અને વૈરાગ્ય અનુસારનું લેવું, રોગ અનુસારનું લેવું નહિ, એમ કહેવું છે. કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ હોય એમ દીઠું નથી. અમે એવું નથી દીઠું કોઈને કાયમ માટે દેહ રહી જાય. જાણ્યું નથી તથા સંભવતું નથી કે કોઈ શાશ્વત હોય. કથાનુયોગમાં આવે છે. મહાભારતમાં કથાનુયોગમાં ગપ્પા આવે છે. અશ્વત્થામા છે એ શાશ્વત થઈ ગયા છે, ફલાણા છે એ શાશ્વત થઈ ગયા છે. તો કેમ મળતા નથી ? તો કહે, એ હિમાલયમાં જ રહે છે. આ બાજુ આવતા નથી. અને આવે તો કોઈને દેખાતા નથી, એવું શરીર છે એનું. પતી ગયું. ઓલો સિદ્ધાંત નાખી દીધો કે શાશ્વત થઈ જાય છે. પણ કોઈને દેહશાશ્વત હોય એવું બનતું નથી. આ તો પોતા ઉપર લેવાની વાત છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, તો આ જીવને આ દેહ છે એ પણ વિનાશીક છે, અવિનાશી નથી. ભલે અત્યારે ગમે તેવી તંદુરસ્તી દેખાતી હોય તોપણ તે વિનાશીક છે, અવિનાશી નથી. આ સ્પષ્ટ વાત છે. આ જરાક સખળડખળ થાય, શરીરમાં થોડીક ગડબડ થાય ત્યાં ગભરામણ થવા માંડે. મને આમ થયું. પણ તને નથી થયું, એ તો ભાડુતી ઘરમાં થયું છે. ભાડુતી ઘરમાં એકાદી ઈંટ કે પોપડું ખરે તો એને કાંઈ અસર નથી થતી. થાય છે? જે ઘરમાં ભાડે રહેવા ગયા હોય એમાં ક્યાંક પ્લાસ્ટર ખરાબ થાય, ક્યાંક તડ પડે કે નળીયું ખસે તો (તો) એને કાંઈ ગભરામણ થાય છે? આપણે ક્યાં છે? આપણે તો ભાડું જદેવાનું છે. અહીંયાં તારે બે ટાઈમ ભાડું દેવા સિવાય છે શું બીજું ? જે ઘરમાં નિવાસ છે, શરીરરૂપી ઘર છે. એને રોજે રોજ ભાડું દેવાનું છે. ઓલાને મહિને મહિને દેતો હોય તો અહીં રોજેરોજ દેવાનું છે એટલી શરત છે. છતાં બે-ચાર દિનદેતો ચાલે. એટલું બધું કાંઈ જબરદસ્તી ન કરે કે આજે કેમ નથી દીધું? એકાદદિવસ ઉપવાસ કરે તો ચાલે. પણ રોજ ભાડું દેવા સિવાય બીજું તો કામ નથી. હવે એમાં કાંઈક થાય તો શું કરવા અમથો અમથો મૂંઝાય છે ? એ ઘર તો છોડ્ય છૂટકો છે. ભાડુતી ઘરમાં માલિક થઈને બેઠો છો એ અપરાધ તારો છે.