________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૧
શકશે?
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.
૫૬૮મો પત્ર પણ સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે.
“આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીતની ભૂલ થતી આવી છે, જેથી હમણા થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.’ આ પત્ર અને ત્યારપછીનો પત્ર બંને પત્ર બહુ સારા છે. અત્યાર સુધીમાં અનાદિથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરવામાં આ જીવે ભૂલ કરી છે. સ્વરૂપનિર્ણયમાં ભૂલ કરેલી હોવાથી, આ કારણે જે જ્ઞાનદશા ઉત્પન્ન થવી જોઈએ એ શાનદશાની ઉત્પત્તિ થતી નથી.
જીવને કેમ જ્ઞાનદશા ઉત્પન્ન થતી નથી ? એવા પ્રશ્નની એ સીધી વાત છે કે નિર્ણયમાં ભૂલ છે માટે. નિર્ણયનો વિચાર કરે તો કોઈ એમ કહે કે અમારો નિર્ણય તો જેવો શાસ્ત્રમાં આત્મા કહ્યો છે દ્રવ્ય-ગુણ-પર્યાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, ઉત્પાદ-વ્યયધ્રુવ જેવું કહે છે એવું જ અમે માનીએ છીએ, એવું અમે સ્વીકાર્યું છે. એ ખરેખર નિર્ણય નથી.
જ્ઞાનલક્ષણથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય. એટલે કે પોતાને ખાત્રી થાય કે મારો આત્મા આવો જ છે એમ ભાસવા માંડે, લાગવા માંડે, પોતાનું સાક્ષાત્ સિદ્ધપદ પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ સ્વરૂપે ભાસે ત્યારે એને એમ લાગે કે હું આત્મા છું, હું કાંઈ શરીર આદિ નથી. એ પ્રકારનો જે નિર્ણય થવો જોઈએ એ નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી આવી છે. સ્વરૂપના વિષયમાં કલ્પના કરી છે. અને એ કલ્પનાને તેણે સાચું