________________
૨૫૬
નથી. એમ લેવું.
મુમુક્ષુ ઃ–ઉપરના પત્રનું અનુસંધાન... પૂજ્ય ભાઈશ્રી — ઉપરનું એટલે આગળનો ૫૬૬ ? ત્યાં તો એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મારે જલ્દી છૂટવું છે અને વ્યવહારમાં વર્તવું પડે છે. બીજા જીવો પ્રત્યે રાગ નથી પણ જેટલો વ્યવહાર થાય છે, એટલી ક્રિયા કરાય છે એ તો વિકલ્પમાત્ર ઊઠે છે અને એમાં પણ ક્લેશ થાય છે કે આ ન થવું જોઈએ. શું કરવું હવે ? એટલી વાત લીધી
છે.
રાજહૃદય ભાગ-૧૧
અહીંયાં તો એક રોગ અવસ્થાનો એક ચિતાર લીધો છે કે જ્ઞાનીને પણ પૂર્વકર્મના યોગે રોગ થવાની સંભાવના છે અને એ રોગ થાય તો એને કર્મબંધ કેમ થાય ? કે બીજા જીવને-સામાન્ય સંસારી જીવને જે રીતે કર્મબંધ થાય એ પ્રકારે કર્મબંધ જ્ઞાનીને નથી થતો. જેટલી નિર્મળતા થઈ છે એટલો મોક્ષ થાય છે. જેટલો અલ્પ રાગાદિ છે એટલો બંધ થાય છે. જ્ઞાનીનો એ પ્રકાર છે.
એ પત્ર અપૂર્ણ અવસ્થામાં મળેલો છે. પણ ઠીક વાત લીધી છે. કેમકે બહારની આવી નિર્બળ સ્થિતિ અથવા રોગવાળી શરીરની સ્થિતિ જોઈને કેટલાકને શંકા પડે કે અત્યારે તો જ્ઞાની પણ મુશ્કેલીમાં આવી ગયા છે. જ્ઞાનીને પણ મુશ્કેલી અત્યારે ઘણી છે. ઉદય આકરો વર્તે છે, ઘણો રોગ થઈ ગયો છે.
આપણે તો સીધો અનુભવ પૂજ્ય બહેનશ્રી’નો છે. જ્યારે જ્યારે એમને શરીરના રોગની અવસ્થા વિશેષ થતી, ત્યારે ત્યારે પોતાના પુરુષાર્થમાં વિશેષપણે આવતા. એ વખતે શરીરના રોગના પરિણામ સાથે એ ઘેરાય જાય એવા પરિણામે પરિણમતા નથી. પણ એ વખતે વિશેષ પુરુષાર્થ, આત્મા તરફના પરિણામ વધારે બળવાનપણે કામ કરવા લાગે એવી એક સહજ યોગ્યતા, ઉત્કૃષ્ટ પાત્રતાથી માંડીને બધી જ્ઞાનદશામાં, ઉપરની બધી જ્ઞાનની દશામાં એ સ્થિતિ સહજપણે ઉત્પન્ન થાય છે. સહેજે સહેજે. એ ૫૬ ૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૬૮
મુંબઈ, ફાગણ, ૧૯૫૧
આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી.