________________
પત્રાંક-૫૬૮
૨૫૯ માની લીધું છે. કેમકે આગમ સાથે મેળ ખાય છે. શાસ્ત્ર સાથે મારા વિચારનો મેળ ખાય છે. ફેર પડતો નથી માટે મારો નિર્ણય સાચો છે. એ નિર્ણય નથી પણ એક કલ્પના છે. એટલે અત્યારે પણ ભૂલ થાય એમાં કાંઈ આશ્ચર્ય લાગતું નથી. પહેલી વાત નિર્ણયની લીધી છે, જોયું?
હવે આત્મજ્ઞાન વિષે લે છે, કે “સર્વ ક્લેશથી અને સર્વ દુખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ જીવને સર્વદુઃખથી અને સર્વ ક્લેશથી જો મુક્ત થવું હોય તો એનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાને કરીને સમાધાન આવે છે અને અજ્ઞાનપૂર્વકનું અસમાધાનપણું, અસમાધિ દશા અને મૂંઝવણ છે એ મટે છે. એમાં કોઈ બાકી નથી રહેતું. કોઈ એવી સમસ્યા નથી કે જેમાં મૂંઝવણ ન મટે. આત્મજ્ઞાન હોય અને મૂંઝવણ ન મટે એવી એક પણ સમસ્યા નથી. સૌથી મોટી વાત તો એ છે કે જે કાંઈ જીવને અસમાધાન દશા અને મૂંઝવણ છે એ એના સંયોગને કારણ છે. કાં તો જીવ ભૂતકાળના પોતાના પ્રતિકૂળ સંયોગોને લક્ષમાં, ગ્રહણમાં લઈને દુઃખી થાય છે, કાં વર્તમાન પ્રતિકૂળતાને અનુભવતા દુઃખી થાય છે. અને કાં ભવિષ્યની ચિંતાને લઈને દુઃખી થાય છે. એમ ત્રણે કાળના પ્રતિકૂળ સંયોગની પ્રતિકૂળતાની કલ્પનાને કારણે દુઃખી થાય છે. એ જીવને ખરેખર પ્રતિકૂળ છે નહિ. પણ પ્રતિકૂળતાની કલ્પનાને લઈને દુઃખી થાય છે. એને મૂંઝવણ થાય છે, આકુળતા થાય છે, ક્લેશ થાય છે, દુઃખ થાય છે.
(અહીંયાં) કહે છે કે તું ત્રણે કાળે ભિન્ન છે. ભેદજ્ઞાનની એક ચાવી એવી છે કે તું ત્રણે કાળે સર્વ પ્રકારના સંયોગોથી સર્વથા ભિન્ન છો. અને સર્વથા ભિન્ન હોવાથી એ સંયોગો તારા નથી અને તેને લાગુ પડતા નથી. તેં કલ્પના કરી છે. પોતાપણાની કલ્પના કરીને દુઃખી થા છો. આટલી વાત છે. | સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. જુઓ ! દુઃખ મટાડવું અને સુખ પ્રાપ્ત કરવાનો આ મહાસિદ્ધાંત છે. ત્રણે કાળે અફર એવો મહાસિદ્ધાંત છે આ. આમાં ક્યાંય ફેર નથી. કોઈ કાળે ફેર પડે એવું નથી. એવો આ સિદ્ધાંત છે. જો સર્વ દુઃખ અને સર્વ ક્લેશ મટાડવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો જીવે અવશ્ય અવશ્યતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. એ વાત કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
હવે એ આત્મજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જે વિચારણા છે, સુવિચારણા જેને