________________
૨૫૨
રાજહૃદય ભાગ-૧૧ છે. હવે એ તો લક્ષ જ ન રહે. અસંગ તત્ત્વના લક્ષે સત્સંગ કરવાનો છે એ લક્ષ જ ન રહે અને સત્સંગ કરવોસત્સંગ કરવો. તો સત્સંગનો રાગ વધશે બીજું કાંઈ નહિ થાય. એ રીતે તો સત્સંગ કરવાની વાત છે નહિ. પછી શાસ્ત્ર સ્વાધ્યાય હોય કે ગમે તે વાત હોય.
મુમુક્ષુ - સ્વાધ્યાયમાં આવીએ ત્યારે એની આવતી નથી...
પૂજ્ય ભાઈશ્રી:- હા, એ બરાબર છે. એના બદલે અશુભમાં રોકાઈ જવું પડે, સાંસારિક કાર્યોમાં રોકાઈ જવું પડે એટલે ખેદ થાય એ સંભવ છે, પણ એ શુભના લક્ષે અશુભનો ખેદ થયો. પણ શુદ્ધતાના લક્ષે શુભનો તો ખેદ થવો જોઈએ કે ન થવો જોઈએ ? નહિતર તો અશુભ છોડીને શુભ કરવા યોગ્ય છે એ જે અન્યમતમાં છે એ જ મત થઈ ગયો. અન્યમતમાં શું કરે ? અશુભ છોડીને શુભ કરે. એમ આ પણ જૈનના બહાને અશુભ છોડીને શુભ કરવું. પછી) અન્યમતમાં અને તારામાં કાંઈ ફેર નથી. સીધી વાત એ છે. મૂળમાં Line કોઈ બીજી રીતે છે. મૂળમાંથી Line બીજી રીતે છે. એ પોતાના અંતર પરિણામનો વિષય લીધો. (અહીં સુધી રાખીએ)
જિજ્ઞાસા:- તત્ત્વને બરાબર સમજવા છતાં, પ્રાપ્ત થવામાં નિષ્ફળતા. ક્યા કારણથી હોય છે?
સમાધાન :- લાભ-નુકસાનની સમજ હોવા છતાં દર્શનમોહની પ્રબળતાને લીધે લાભ-નુકશાનનું મૂલ્યાંકન થયું નથી તેથી જેટલી ગંભીરતા છે, તેટલી ભાસતી નથી, ગંભીરતાના અભાવને લીધે સંસાર-મોક્ષ પ્રતિના પ્રવૃત્તિરૂપ પરિણામમાં ગૌણતા-મુખ્યતા થવી ઘટે તે થતી નથી. Change of priority વિના. આત્મકલ્યાણ અંગે બળ ઉત્પન્ન થતું નથી અને સંસાર બળ ઘટતું નથી. સંસાર બળની વિદ્યમાનતામાં તત્ત્વની સમજણ નિષ્ફળ થાય તે અસ્વાભાવિક નથી. Top priority માં “આત્મકલ્યાણ થયે સંસાર આખો ગૌણ થાય, ત્યારે યથાર્થતા આવે, ઉપર ઉપરનો પ્રયત્ન મટી અંતરથી ઉપાડ આવે.
(અનુભવ સંજીવની-૧૩૭૯)