________________
પત્રાંક-૫૬૭
૨૫૧ જોઈએ એ તો જ્ઞાનીનો માર્ગ જ નથી. રાગ કરવો જોઈએ એ તો વીતરાગતાનો માર્ગ જ નથી. આવી વાત છે. તમારે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં પ્રધાનપણે શું થશે ? શુભરાગ થશે ને? શુભ વિકલ્પ ઊઠે અને એમાં જે રાગ થાય એનો નિષેધ આવે (એ) ઠીક વાત છે. પણ કરવાની બુદ્ધિથી કર્તવ્ય છે એમ સમજીને શુભરાગ કરે, તો એનો અભિપ્રાય ખોટો થઈ ગયો. એ અભિપ્રાયનો દોષ એમાંથી ઊભો થઈ જાય. શુભરાગ કરવાનું એમાં કર્તુત્વ અને કર્તુત્વનો અભિપ્રાય એ બધું ઊભું થઈ જાય છે. એ વાત જ બીજી રીતે છે. વાત જ બીજી રીતે છે. કોઈ રાગ કરવો એ સિદ્ધાંતમાં નથી. નથી કરવો છતાં આવી જાય. નથી કરવો અને આવી જાય એની સાબિતી શું? કે એની સાબિતી એ કે આવી જતાં એનો નિષેધ વર્તે. એ એની સાબિતી છે. પણ એક્ષમ્ય છે, અપરાધ હોવા છતાં એક્ષમ્ય છે અને એ પ્રમાણે ન થાય તો કર્તુત્વ અથવા અભિપ્રાયથી કરવા યોગ્ય માન્યું તે અક્ષમ્ય અપરાધ છે. એ ક્ષમ્ય અપરાધ રહેતો નથી. એમ છે.
મુમુક્ષુ -અત્યારે તો થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – પંચકલ્યાણકને ? હા. પણ હિન્દુસ્તાનમાં એક વર્ષમાં દસ જગ્યાએ પંચકલ્યાણક થાય તો દસ ઠેકાણે જઈએ ત્યારે થાયને.....શક્તિ જોઈએ. દસદસ ઠેકાણે જવાની એની શક્તિ રહેવાની નથી. છતાં એ વિકલ્પ આવે છે. પણ આ રાગ કરવા જેવો નથી. નિષેધ આવે તો કામનું. કરવા જેવો છે એ વાત તો છે જ નહિ).
મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકા આવેલી હોત તો આવે.
પૂજ્ય ભાઈશ્રી:- આવવો જ જોઈએ. જો નિષેધ ન આવે તો રાગનું કર્તવ્ય જ દઢ થાય. બીજું કાંઈ ન થાય. જો નિષેધ ન આવે તો રાગનું કર્તવ્ય દઢ થાય. એટલે નિષેધ તો આવવો જ જોઈએ. અને સમજણ એ રીતે કરી છે કે નથી કરી ? રાગ છે એ ત્યાજ્ય છે એની સમજણ કરી છે એનો અર્થ શું ? એ વાત સંમત કરે છે એનો અર્થ શું? એને નિષેધ આવે તો સંમત કરી છે, ન નિષેધ આવે તો હજી એ વાત સમજી નથી. એમ છે ખરેખર. પણ કહે તો એમ કે ભાઈ! રાગ તો કરવા જેવો નથી. વળી પાછું કર્તવ્ય સ્થાપે. એનું નામ જપૂર્વાપરવિરોધપણું છે અને એનું નામ તીવ્ર અજ્ઞાન છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. એમ જ છે. જેમકે સત્સંગ કરવો, લ્યોને. આ સત્સંગની વાત બહુ આવે છે કે નહિ? શું કરવા કરવો ? કે અસંગપણું મેળવવા માટે સત્સંગ કરવો છે. સંગ કેળવવા માટે સત્સંગ કરવાનો નથી. એમ વાત છે. અસંગપણે કેળવવાની વાત