________________
પત્રક-૫૬૭
૨૪૯
ન્યાય. ખરેખર એમનો અપરાધ ન ગણવો જોઈએ. પણ કોઈને એમ લાગે કે ના, ના આ ભૂલ કરી છે. આવવું જ જોઈએ. એમના ઘરે લગ્ન હોય ત્યારે તો ઉપસ્થિત રહેવું જ જોઈએ. (પોતે) માફી માગી છે. મારી ભૂલ દેખાતી હોય તો હું માફી માગું છું.
મુમુક્ષુ :– એક બાજુ વ્યાપારમાં તો ઊભા છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા વ્યાપારમાં ઊભા છે પણ એ ત્યાંથી છટકી શકે એવું નથી. એ જેલમાં ચારે બાજુથી જાણે કોઈએ બાંધ્યા છે અને છટકી શકે એવું નથી એટલે ઊભા છે. પણ જ્યાંથી છટકાય ત્યાં પણ સલવાવું, એવું કોણે કીધું ?
મુમુક્ષુ :– નાની બહેનના લગન છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં તો શું છે કે કોટડીમાં નાખીને બહાર તાળું માર્યું છે. જાય કચાં ? જેલની કોટડીમાં પૂરીને બહાર તાળું મારી દીધું. અને સંત્રી ભરેલી બંદુક રાખીને ઊભો છે. કયાં જાય ? છટકી શકે એવું છે નહિ. દિવાલ તોડી શકે એવું છે નહિ. આ દિવાલ તોડવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ પુરુષાર્થ કર્યો છે એમણે. એમના જીવનની અંદર આ એક પુરુષાર્થનું કામ એમણે કર્યું છે. ઘણો પુરુષાર્થ હોય તો જ રહી શકે, નહિતર રહી શકે નહિ. એમને અંદરમાં વીતરાગભાવમાં જે રમણતા કરી હશે એ તો એ જાણતા હશે. નથી આવ્યા તો રાગને રૂંધીને નથી આવ્યા એવું નથી. વીતરાગતામાં રહીને નથી આવ્યા. એ તો એ જાણતા હશે.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ પણ એને ઓળખે એટલા માટે સોભાગભાઈ’ને તો કોઈ ખાસ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમને તો હ્રદયમાં, એમને અંતઃકરણમાં પૂરી પ્રતીતિ છે. એમણે જે કાંઈ કર્યું હશે... એ તો મહાવિવેક સંપન્ન છે. નાનો નહિ, મહાવિવેકથી સંપન્ન છે એમણે જે કર્યું હશે તે સમજીને કર્યું હશે. આપણું સમજવાનું ગજું ન હોય એ બીજી વાત છે.
મુમુક્ષુ :- વ્યવહાર...
પૂજ્ય ભાઈશ્રી :– વ્યવહારની કિંમત નથી. જેટલી પોતાની આત્માની સાધનાની કિંમત છે એટલી કિંમત એની નથી. એવો માર્ગ જ્ઞાનીએ દીઠો છે.
પ્રશ્ન:-..
પૂજ્ય ભાઈશ્રી :– સહજ ભાવ જે આવે એ પ્રમાણે જ્ઞાની કરે. આવે જ એવો નિયમ નથી, ન જ આવે એવો પણ નિયમ નથી. સહેજે વિકલ્પ બધા જ્ઞાનીને ઉદયભાવ એકસરખા હોતા નથી. એના ઉપરથી માપવા જાય તો ક્યાંક ભૂલ પડે.
...
....