________________
૨૪૮
રાજહૃદય ભાગ-૧૧ વીતરાગતા સાધી છે એવા વીતરાગી દેવને પરમભક્તિથી, ઉત્કૃષ્ટ બહુમાનથી નમીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. બે દિવસ પછીનો જપત્ર છે. વીતરાગદેવને નમસ્કાર. હવે આવી મથામણમાં પડ્યા છે. ફાગણ મહિનામાં તો એમના... અહીંયાં અંદરમાં ઘર્ષણ ચાલે છે. થોડી પણ રાગની પ્રવૃત્તિ છે એ ન હોવી જોઈએ. ન હોવી જોઈએ... ન હોવી જોઈએ... અલ્પ પણ પ્રવૃત્તિ નથી કરવી.. નથી કરવી. નથી કરવી.... એમ ચાલે છે. એમાં વિશેષ પ્રવૃત્તિમાં જ્યાં ત્યાં જાવું? એટલે એ ધમાલમાં ગયાનથી.
બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી.” ત્યાં આવું તો મારા આત્માને થોડો પ્રતિબંધ થાય એવી પરિસ્થિતિ જોઈને તે પ્રતિબંધ ટાળવા માટે મેં આવવાનું પણ ટાળ્યું. ખ્યાલ છે કે તમને બધાને આકુળતા થશે, તમને બધાને થોડી ચટપટી થશે, નહિ ગમે. પણ ગમે કે ન ગમે મારે મારા આત્માને પ્રતિબંધ નહોતો કરવા માટે આવ્યો નથી. તેમ તમારા તાર-ટપાલના જવાબ પણ નથી દીધા એનું કારણ એ છે. આવ્યા નહિ ને જવાબ પણ દીધો નહિ પછી પાછળથી આ લખ્યો છે. હું આવ્યો નથી એ એટલા માટે આવ્યો નથી, પત્ર પણ એટલા માટે નથી લખ્યો. એમ કરવામાં હું શ્રી જિન જેવા પુરુષે જે કાંઈ અંતરંગમાં કાર્ય કર્યું એ કાર્ય કરવા હું રોકાઈ ગયો હતો, એમ કહે છે.
શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી. ગૃહવાસમાં રહીને જે અલિપ્ત રહ્યા, એવો જે પુરુષાર્થ અંતરંગમાં કર્યો, એ પુરુષાર્થ અંતરંગમાં કરવા માટે હું અલિપ્ત રહ્યો છું. ભગવાનના માર્ગને અનુસરવા માટે ત્યાં આવ્યો નહિ અને તમારા કાગળોનો જવાબ ન દીધો. તમને દુઃખ થયું હશે. ખ્યાલમાં આવે છે કે તમને દુઃખ થયું હશે. તો તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું.” તમે મને માફી આપી દેજો. તમારી નમ્રતાથી, દીનતાથી માફી માગી લઉં છું. મારો અપરાધ દેખાતો હોય તો માફ કરી દેશો). વ્યવહારિક રીતે અપરાધ કહેવાયને ? તમારા ઘરે લગ્ન છે અને તમે ન આવો ? બીજા બધા આવે અને તમે જન આવો? આ કાંઈ તમારી રીતે કહેવાય? વાત તો સાચી છે, આવવું જોઈએ. પણ કોઈ એક પારમાર્થિક કારણ વિશેષને લઈને હું નથી આવી શક્યો અને નથી આવ્યો એ વાત હું સ્વીકારું છું અને એના માટે હું માફી માગવા પણ તૈયાર છું. એ રીતે એમણે પોતે પોતાની ગેરહાજરીની માફી માગી લીધી છે.
જુઓ! આ કેવો ન્યાય કહેવાય? આ લોકોત્તર ન્યાય કહેવાય. લૌકિકમાં ન્યાયઅન્યાયનો વિષય હોય છે. આ લોકોત્તર ન્યાય કહેવાય છે. Supreme quality નો