________________
૨૫૦
રાજહૃદય ભાગ-૧૧ બે વાત લઈએ. “પૂજ્ય બહેનશ્રીનું સ્વાથ્ય સારું હતું. નિત્ય એમનો પૂજા કરવાનો નિયમ હતો. સ્વાચ્ય અનુકૂળ હોય ત્યાં સુધી નિત્ય નિયમમાં એ એમનો કાર્યક્રમ હતો, કે રોજ ભગવાનની જિનેન્દ્રદેવની પૂજા કરે. તો ‘ગુરુદેવ નિત્યનિયમમાં માત્ર દર્શન જ કરતા. અર્ધ ચડાવી દે એ એમની પૂજા થઈ ગઈ. અર્ઘ હાજર હોય કે ન હોય તો દર્શન કરીને નીકળી જાય. આટલો બધો ફેર હતો. એના ઉદયમાં કેટલો બધો ફેર ! એકનો અડધો કલાક લાગે, પા કલાક, અડધો કલાક થાય. બે મિનિટમાં, એક મિનિટમાં દર્શન કરવાનું થાય તો એના ઉપરથી ઉદયભાવથી કાંઈ હિનાધિકતા નક્કી થાય? એ સમજણ વગરનો વિષય છે. એ રીતે જો વિચારવા જાય તો એમાં કોઈ સમજણવાળી વાત રહેતી નથી. ગેરસમજણ ઘણી ઊભી થાય એમાંથી. એ રીતે વિચારવું જોઈએ.
મુમુક્ષુ:-..
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉદય આવે પણ એ... એકાંતે નથી. એવું એકાંતે નથી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા થતી હોય... અત્યારે તો પાછી ગડબડ ઘણી છે. પંચકલ્યાણકમાં ગડબડ ઘણી છે. એટલે એ વાત શુદ્ધ દેખાતી હોય અને એ જાતનો વિકલ્પ હોય જુદી વાત છે. બાકી... એકાંતે એવો વિષય છે નહિ.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી - વાત એ છે કે પોતે જ્ઞાનીને માર્ગ, જ્ઞાનમાર્ગે, આત્મમાર્ગે, આત્માના માર્ગે ચાલે છે કે કેમ ? આ સવાલ છે. એ માર્ગ એણે છોડવો જોઈએ નહિ. પછી બહારનું તો ઉદય (અનુસાર) થાય. વિકલ્પ આવે ને ન જવાય, વિકલ્પ ન પણ આવે, ન જવાય, બેય રીતે બને.
મુમુક્ષુ:-...
પૂજ્ય ભાઈશ્રી:- સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા માટે ભગવાનના દર્શન કરે તો નિમિત્ત પ્રાપ્ત થાય છે. પણ ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત છે. નહિતર કાંઈ નિમિત્ત છે નહિ. અત્યાર સુધીમાં અનંતા પંચકલ્યાણક ઉજવ્યા છે. કેટલા?આ ભવમાં તો ઉજવ્યા જ છે
ને?
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી:-.ગુરુદેવ...નિમિત્ત થાય જ છે એવો કોઈ સિદ્ધાંત છે નહિ.
પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં જવું એ શુભરાગ છે કે વીતરાગતા છે? શું છે? કે શુભરાગ સહેજે થાય અને છતાં એનો નિષેધ આવે તો એ જ્ઞાનીનો માર્ગ છે. પણ કરવો