________________
૨૪૪
ચજહૃદય ભાગ-૧૧ છે. બીજાનો વિકલ્પ નથી આવતો. સમાજનો વિકલ્પ નથી આવતો, શાસનનો વિકલ્પ નથી આવતો. પોતાનો વિકલ્પ આવે છે. માટે બે હજાર વર્ષ પહેલા થઈ ગયેલા કુંદકુંદાચાર્ય એમની ભાવે સમીપતા એમને આવી જાય છે કે એ કેવા હતા? એમાં આત્મ રમણતાના આત્મરણશીલ ભાવો કેવા હતા, એ બધી પરખ આવી જાય છે. જ્યાં આત્મદર્શન થાય છે ત્યાં બધું ઓળખાય જાય છે. ભૂતકાળના મહાત્માની ઓળખાણ થાય છે. પછી વર્તમાનમાં ન ઓળખે એવું તો બને નહિ. વર્તમાનમાં હોય અને ન ઓળખે એ તો બને નહિ.
જે ભૂતકાળના સપુરુષને કે જ્ઞાનીને કે મુનિને ઓળખે છે એ વર્તમાનમાં ન ઓળખે એ પ્રશ્ન જ નથી. લોકો તર્ક વિતર્ક કરે ને પોતાના ક્ષયોપશમમાં એટલી બધી તર્ક વિતર્કની Limit બહારની બુદ્ધિ વધી જાય છે કે કાંઈક અહીંયાં ભૂલ થઈ હતી.. અહીંયાં ભૂલ થઈ હતી... અહીંયાં ભૂલ થઈ હતી. એવું બધું એને લાગે છે. પણ જે મહાપુરુષે બે હજાર વર્ષ પહેલા થયેલા આચાર્યદેવને ઓળખ્યા, એ વર્તમાનમાં આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ ન ઓળખે. એમાં એની ભૂલ થાય ખરી?
મુમુક્ષુ – ઓળખે ઓળખે.
પૂજ્ય ભાઈશ્રી - એવો વિચાર કરવો એ મોટી મૂર્ખતા છે અને પોતાને અભક્તિએ થઈને બહુમોટા નુકસાનનું કારણ છે. દર્શનમોહની તીવ્રતાનું એ કારણ છે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” આખો સંસારસમસ્ત એટલે આખો સંસાર, આખું જગત, દુનિયા આખી પ્રેમથી અને દ્વેષથી, રાગથી અને દ્વેષથી ચાલે છે). બધું જ ચાલે છે એ રાગ અને દ્વેષને કારણે ચાલી રહ્યું છે. બીજું કાંઈ છે નહિ. જેમ ચૂલામાં એકલી રાખ હોય. ચૂલામાં બીજું શું હોય? એમ આખા સંસારમાં રાગ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. બધા ચૂલા સળગે છે અને એમાં રાગ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. એ આત્માના પરિણામને ચૂલા કહો.
પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં પ્રેમ એટલે રાગ લેવો. રાગથી છૂટ્યા વિના દ્વેષથી કોઈ છૂટી શકે એ વાત બને એવું નથી. કોઈ એમ કહે કે અમને દ્વેષ નથી પણ અમને રાગ ખરો. પણ દ્વેષ અમને આવતો નથી. તો કહે છે, વાત ખોટી છે. રાગથી ન છૂટે એ કદીષથી છૂટી શકે નહિ. પ્રતિપક્ષનો દ્વેષ એને ઊભો જ છે. કહેવાની જરૂર નથી. અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકરદ્રત છે. હવે જેને રાગ તૂટ્યો, સમ્યગ્દર્શન થતાં જેને રાગ તૂટ્યો. આ વાતહવે પોતાની કરે છે.