________________
૨૪૩
પત્રાંક-૫૬૬
મુમુક્ષુ-પર્યાયે પર્યાયે ગુરુને માથે રાખવા?
પૂજ્ય ભાઈશ્રી – હા. પર્યાયે પર્યાય. એ તો પોતાને અહંપણું કર્તુત્વ ન થાય એ નમ્રતા રાખવા માટે વાત છે. પોતે આગળ વધતો જાય (ત્યારે) એમ વિચારે કે આ ગુરુની કૃપા છે. ગુરુએ મને આમ કહ્યું હતું. આ ગુરુની શિક્ષા છે, ગુરુનો ઉપદેશ છે. ગુરુનો ઉપદેશ સાંભળ્યા પછી મેં આવી રીતે વલણ બદલ્યું. માટે એમાં ગુરુની કૃપા છે. ભલે કાર્ય પોતે કરે છે પણ એનું અહંપણું કરવું નથી. એટલે દર્શનમોહકયાંય પણ માથું કાઢે નહિ. એટલા માટે ગુરુને વચ્ચે લાવે છે. ગુરુને વચ્ચે શું કરવા નાખે છે? કે મેં કર્યું અને હું કરું છું એમ પર્યાયમાં અહંપણું કરવું નથી.
મુમુક્ષુ:- ગુરુએ અંગુલીનિર્દેશ કર્યો એ અંગુલીનિર્દેશમાં એટલી તાકાત છે એને આ પરમેશ્વર દેખાય છે?
પૂજ્ય ભાઈશ્રી:-હા. કેમકે એણે નહિ જોયેલી ચીજ જોઈ. અનંતકાળમાં... મુમુક્ષુ - નહિ જોયેલી દર્શાવી.
પૂજ્ય ભાઈશ્રી – અપૂર્વ, એમણે જે દર્શાવ્યું તે અપૂર્વ હતું. અપૂર્વભાવ, અપૂર્વ વાણી લાગી. અપૂર્ણવાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ. સદ્ગુરુનું લક્ષણ બાંધ્યું. કે જેની વાણીમાં અપૂર્વતા ભાસે પોતાનો અપૂર્વસ્વભાવ ભાસે, અપૂર્વ કાર્યની વિધિ પણ અપૂર્વભાસે અને આવા કહેનારા પણ એને અપૂર્વ ભાસે. આવું કોઈ કહેનાર મને મળ્યું નહોતું. મળ્યા ત્યારે પોતાનું ધ્યાન નહોતું પણ એને ધ્યાન ગયું ત્યારે એમ લાગે છે કે આ કહેનાર પણ મને કોઈ અપૂર્વ છે. એ વિષય જે દર્શાવે છે એ પણ અપૂર્વ છે. માટે એને એમાં પરમાત્માના દર્શન થાય છે, પરમેશ્વરના દર્શન થાય છે. એમ છે. કલ્પના નથી. એને એમ જ ભાવ આવે છે, કે ખરેખર આ કોઈ દેહધારી દિવ્યમૂર્તિ મારા માટે અવતાર લઈને અહીં આવેલી છે. એણે મારા માટે અવતાર લીધો લાગે છે. કેમકે મારું હિત થવાનું હતું ને માટે એ જન્મ્યા. નહિતર અહીંયાં એ ક્યાંથી હોય?મારું હિત થવાનું હતું. એ એના રસ્તે જાય છે. એને બીજી રીતે લાગે છે.
ગુરુદેવને “સમયસારમાંથી આત્માના દર્શન થયા ત્યારે એમ લાગ્યું કે બે હજાર વર્ષ પહેલા કુંદકુંદાચાર્યે “સમયસાર” “તામિલનાડુમાં કે કર્ણાટકમાં ક્યાંક વિચરતા-વિચરતા લખ્યું હશે. એવું કહેવાય છે કે પોન્જર હિલમાં લખ્યું છે, એ મારા માટે લખ્યું લાગે છે. બે હજાર વર્ષ પછી હું અહીંયાં આવવાનો હતો ને એટલે મારા માટે લખેલું છે. કેમકે પોતે અપૂર્વદશાને પામ્યા. અનંત કાળમાં જે દશાને પોતે પ્રાપ્ત નહોતા થયા એ દશાને પામ્યા. માટે આ શાસ્ત્ર એમણે મારા માટે રચ્યું હશે એવું મને તો લાગે