________________
પત્રાંક-૫૬૬
૨૪૧ અને એ પ્રકારમાં આવવું જોઈએ. એના માટે એને અંદરમાંથી તૈયારી થવી જોઈએ. તો એને એ વિચારની સ્થિતિનો અસંતોષ આવે, કે આ બધો પ્રમાદ છે. મારે પોતાના સ્વરૂપને વિષે જાગૃત થઈને મારું સ્વરૂપ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રકારની મારી જાગૃતિ હોય તો પ્રમાદ નથી. ત્યાં જે કાંઈ પોતાની શક્તિ વાપરવી છે એ આ જગ્યાએ એણે વાપરવી જોઈએ. નહિતર પોતાની શક્તિને શુભાશુભ પરિણામમાં ખર્ચ અને એમને એમ ગાડું હાંકશે. પણ પાછળ પરિસ્થિતિ ઘણી ખરાબ છે. અત્યારે એટલી ખરાબ નહિ દેખાય પણ એ પ્રમાદ કષાયથી ભરેલી પરિસ્થિતિ છે. જેમાં કષાય સારી રીતે ભારેલા અગ્નિની જેમ ભરેલો છે. એવી કષાયની પરિસ્થિતિ સમજવી.
શાસ્ત્રોમાં અનુભવી સંતોએ એ વાત કરી છે. પ્રમાદની અંદર શું લાગે કષાયતીવ્ર ન થાય અને કષાયમંદ રહે એટલે એમ લાગે કે ના, ના આપણને કાંઈ કષાય તીવ્ર નથી થતો. અને આ બધું તો કરીએ જ છીએ પાછા. આપણે કાંઈ કરતા નથી એવું તો છે નહિ. પણ એની અંદર ભારેલા અગ્નિની જેમ કષાય ભરેલો છે, એમ જાણવું.
મુમુક્ષુ-કાંઈક કરીને માને છે કે સાચા માર્ગે જાવ છું. પૂજ્ય ભાઈશ્રી:-હા. એ ભૂલ છે. માર્ગ હાથમાં આવ્યો નથી અને સાચે માર્ગો એમ એને લાગે છે. એ નવી ભૂલ ઊભી કરે છે. જ્યાં સુધી માર્ગ હાથમાં આવ્યો નથી ત્યાં સુધી જિજ્ઞાસાનો ત્યાગ કરવો નહિ. આ એક પ્રતિજ્ઞા લેવા જેવી, પચખાણ લેવા જેવો વિષય છે, કે જ્યાં સુધી માર્ગ હાથમાં આવે નહિ એટલે અનુભવ સુધી પહોંચાય નહિ ત્યાં સુધી જિજ્ઞાસાને છોડવી નહિ. નહિતર પરિસ્થિતિ કોઈ બીજી જ થઈ જશે અને એમાં વાર લાગશે નહિ.
શું કહે છે? તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું.... જીવ નિર્ભય થઈ જાય છે. હવે આપણને વાંધો નથી. આપણે આ બધું સમજીએ છીએ, ખ્યાલમાં વાત આવી ગઈ છે અને યથાશક્તિ આપણે આચરણ પણ કરીએ છીએ, આદરીએ પણ છીએ. નિર્ભય થઈ જાય છે. શેમાં નિર્ભય થયો? જીવ પ્રમાદમાં નિર્ભય થયો છે. બતેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું...” આત્મા છું એવી જાગૃતિ લેશમાત્ર પણ કાળ રહે. સ્વરૂપની જાગૃતિથી છૂટી જવાય, એ રીતે લેશમાત્ર કાળ રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે” જીવને નિંદવો કે આ તારી ઘણી નબળાઈ છે. અતિશય નબળાઈ છે કે તને તારી આત્મજાગૃતિ રહેતી નથી.
જ્યારે ખ્યાલમાં વાત આવી છે કે આત્માને વિષે જાગૃત થવા જેવું છે, છતાં આ જીવને આત્મજાગૃતિ નથી રહેતી તો આ જીવની નબળાઈનો પાર નથી એમ એણે વિચારવું