________________
પત્રાંક-૫૬૬
૨૩૯
મમત્વ-પોતાપણું એક વાર ત્યાંથી ખેંચી લેવું છે. મુમુક્ષુને તો પહેલા પોતાપણું ખેંચવું પડે. જ્ઞાનીને તો પોતાપણું નથી અને ચારિત્રમોહનો અલ્પ રાગ થાય છે એની સામે આ બળવો કરે છે. મુમુક્ષુને તો હજી મમત્વ વર્તે છે. એને એ મમત્વનું દુઃખ લાગવું જોઈએ.
જોકે સંસા૨માં તો જીવને મમત્વની મીઠાશ લાગે છે. દુઃખ નથી લાગતું પણ મમત્વની મીઠાશ લાગે છે. પોતાનો પરિવાર જોવે, સારું મકાન જોવે, પોતાનો પરિગ્રહ જોવે તો એના ઉ૫૨ એને વહાલપ આવે છે. એ એને ઘાતક છે. એના આત્મગુણને એ ઘાતક છે. એ મીઠાશ એના આત્માને ઘાતે છે. ત્યાં એને દુઃખ થવું જોઈએ, કે અરે..! હવે તારે કચાં સુધી આમાં ખૂંચી, ખૂંચીને ખૂંચી જાવું છે ? બહુ ખૂંચ્યો હજી કાંઈ તને એમાંથી નીકળવાનું મન થતું નથી. એમ એને પોતાને (લાગવું જોઈએ). પોતે જ પોતાનો ગુરુ થાય અને પોતે જ પોતાને ઉપદેશ આપે તો થાય એવું છે. જ્ઞાની ગુરુઓ તો પોકારી પોકારીને કહે છે. પણ દુર્લભબોધિપણાને લીધે પોતાને અસર થતી નથી. પોતાના આત્મા ઉ૫૨ એની અસર થતી નથી. એ આ જીવનું દુર્લભબોધિપણું છે. અથવા એ દર્શનમોહનો પ્રભાવ છે કે જેને લઈને એવું દુર્લભબોધિપણું વર્તે છે.
‘તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે....' એ રાગ અને દ્વેષમાં મૂંઝાયેલો જીવ, મૂંઢાયેલો જીવ તેને “નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી...' હું મારું આત્મહિત કેવી રીતે સાધું ? એનો એને અવકાશ મળતો નથી. એમ ને એમ મૂંઝવણમાં ને મૂંઝવણમાં મૂંઝવણનો રસ્તો કાઢવા માટે પ્રયત્ન કરે છે (પરંતુ) આત્મહિત કરવા માટે અવકાશ લેતો નથી. ‘અથવા થાય એવા યોગે...’ આત્મહિત થાય એવો કોઈ એને યોગ મળે (અર્થાત્) સત્શાસ્ત્ર, સદ્ગુરુ, જ્ઞાનીપુરુષ વગેરે કોઈ (યોગ મળે).
એવા યોગે તે બંધનના કારણથી...' એટલે રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિ વર્તતી હોવાને લીધે. ‘આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી...' એ પરિણિત એને પુરુષાર્થને પોતાની બાજુ વળવા દેતી નથી. પુરુષાર્થ એનો રાગ, દ્વેષ અને એના વિષયો, રાગ-દ્વેષના જે નિમિત્તો છે એ બાજુ એનો પુરુષાર્થ ચાલે છે. પોતાના આત્મહિત બાજુ પુરુષાર્થ વળીને કામ કરે, દિશા ફેર થઈને કામ કરે એ રીતે એનું વીર્ય પ્રવર્તી શકતું નથી. એટલો વેગમાં જાય છે. ૫૨ તરફના વેગમાં પુરુષાર્થ છે ને ? પુરુષાર્થ વિનાનો તો જીવ નથી. એટલે ૫૨૫દાર્થ તરફનો એનો જે પુરુષાર્થ છે એમાં વેગ ઘણો છે. પાછો વળે કેવી રીતે ? દિશા ફેર કેવી રીતે થાય ? તીવ્ર રસ, રાગ અને દ્વેષના તીવ્ર રસને લઈને જીવનું આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે,...’ આ પુરુષાર્થ કેમ ઊપડતો નથી