________________
૨૩૮
રાજહૃદય ભાગ-૧૧ શકે એ તો કોઈ પરિસ્થિતિ સંસારમાં છે નહિ. “સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય અશરણ છે તે શરણનો હેતુ થાય...” અશરણ હોવા છતાં એને શરણનું કારણ થાય, એના આશ્રયે નિશ્ચિત થઈને સંસારમાં જીવીએ અને કાંઈ ભય ન થાય, મૃત્યુથી પણ બચી જઈએ એવી કલ્પના કરવી એ તો મૃગજળ જેવી વાત છે. મૃગજળ એ ખરેખર જળ નથી પણ એક જળની કલ્પના છે. એમ અશરણ એવા સંસારને વિષે શરણપણું પ્રાપ્ત થાય એ એવી કલ્પના છે, એ સિવાય બીજું કાંઈ નથી.
તેથી વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. માટે તીર્થકર જેવા મહાપુરુષોએ અથવા સંસારમાં પણ જેમનો પુરુષાર્થ ઘણો હતો, સંસારદશામાં પણ જે ઘણા પુરુષાર્થતંત હતા, એ પણ રહ્યા નહિ. સરવાળે એમાં રહ્યા નહિ. એણે પણ છોડવું, એમ કહે છે. એમણે પણ વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. એ ઉપાય એમણે શોધ્યો હતો અને વર્તમાનમાં પણ એ પરિસ્થતિ જોવામાં આવે છે.
તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે.' સંસારમાં અસાર છે એવું જાણ્યા પછી પણ જો જીવ ત્યાં સ્થિતિ કરે છે, સંસારને વિષે સ્થિતિ કરે છે તો કાં તો એને કાંઈક પ્રેમ છે, કાં તો એને કાંઈક દ્વેષ છે. દ્વેષનું બંધન અને રાગનું બંધન એને લઈને જીવ સંસારમાં રહ્યો છે. નહિતર એ એક ઘડી ન રહે એવું આ સંસારનું સ્વરૂપ છે.
મુમુક્ષુ - જ્ઞાની છે તોપણ તીર્થકરોની વાત મૂકીને પોતે એમાંથી કેવી પ્રેરણા લે છે!
પૂજ્ય ભાઈશ્રી:-પોતે પણ એ પ્રેરણા લે છે, કે તીર્થકર જેવાએ પણ આ સંસારને ત્યાગ્યો છે. અમે શું જોઈને અહીંયાં બેઠા છીએ? એમને એમ થાય છે. હજી તો ૨૮ વર્ષની યુવાન ઉમર છે. અને ત્રણ-ચાર વર્ષથી, પાંચ વર્ષથી આ વાત ઘૂંટાય છે. હવે થોડી વધારે તીવ્ર થતી જાય છે. ચાર-પાંચ વર્ષનો સમય ગયો એ એમને અસહ્ય લાગે
મુમુક્ષુ જ્ઞાની પુરુષો જો આવી પ્રેરણા લેતા હોયતો મુમુક્ષુએ શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી -મુમુક્ષુએ તો ઘણું બળ કરવું પડે. એને સરવાળો તો મારી જ દેવો જોઈએ કે અનંતકાળથી આ સંસારના સંયોગો સુધારવા પાછળ મેં મારો અનંતકાળ બરબાદ કર્યો છે. ખરેખર તો બરબાદ કર્યો છે. અમૂલ્ય સમય બરબાદ કર્યો છે. હવે આ સંયોગો પૂર્વકર્મ અનુસાર જેમ થવાના હોય તેમ થાવ. પણ મારે મારું