________________
૨૪૦
એનો ઉત્તર આપ્યો છે.
મુમુક્ષુને આ પ્રશ્ન થાય કે સાંભળીએ છીએ, સારું પણ લાગે છે પણ હજી અમારો પુરુષાર્થ ઊપડતો નથી. આત્માનું હિત થાય અને આત્મા ભણી અંતર્મુખ થાય એ રીતે અમારો પુરુષાર્થ ઊપડતો નથી. એ એક સમસ્યા થઈ પડી છે. પણ કચાંથી ઊપડે ? જે રાગ અને દ્વેષના બંધન છે એટલે આ જીવ ભાવથી એવી રીતે પ્રતિબંધ પામે છે, રાગના નિમિત્તોમાં અને દ્વેષના નિમિત્તોમાં એટલી હદે પ્રતિબંધ પામે છે, કે એનો પુરુષાર્થ ત્યાંથી આત્મા બાજુ સ્ફુરાયમાન થાય એવી પરિસ્થિતિમાં જીવ આવી શકતો નથી. મુમુક્ષુઃ– દ્વેષના બંધનમાં તો કારણ નથી લાગતું... પણ ....
=
=
પૂજ્ય ભાઈશ્રી :– રાગનું બંધન વિશેષ છે. દ્વેષનું બંધન ક્વચિત હોય છે પણ રાગનું બંધન તીવ્ર છે. અને રાગના નિમિત્તો પણ જીવને ઘણા છે. લગભગ બધા રાગના જનિમિત્તો છે એમ સમજોને, દેહથી માંડીને બધા રાગના નિમિત્ત છે.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– આત્મહિતને બહાને પણ રાગમાં જ ફસાય છે ને ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આત્મહિતને બહાને રાગમાં જ ફસાય છે. એ શુભરાગમાં ફસાય છે. આત્મહિતને બહાને શુભરાગમાં ફસાય છે. સંતોષ પકડે છે. હું કાંઈક વાચું છું, વિચારું છું, સાંભળું છું, ભગવાનના દર્શન-પૂજા કરું છું. દયા-દાન પણ કાંઈક કરું છું. એટલે એનો સંતોષ લઈને ત્યાં જીવ ફસાય છે.
એક વાત નહિ ભૂલવા જેવી વાત એ છે, કે મુમુક્ષુજીવે કદિ પણ પોતાના વર્તમાન પરિણામની સ્થિતિનો ભૂલથી પણ સંતોષ લેવા જેવો નથી, સંતોષ પકડવા જેવો નથી. નહિતર ભૂલો પડી જઈશ. એ સંતોષના પરિણામ તીવ્ર દર્શનમોહને ઉત્પન્ન કરે છે. દર્શનમોહ ત્યાં તીવ્ર થઈ જાય છે. માટે ભૂલેચૂકે પણ પર્યાયબુદ્ધિ મટાડવી છે એને બદલે પર્યાયબુદ્ધિ તીવ્ર થાય એવી પરિસ્થિતિમાં કયારે પણ જવા જેવું નથી. એ લક્ષ રાખવા જેવો વિષય છે.
આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે,’ પ્રમાદનો હેતુ છે એટલે કે એ પ્રમાદના બધા કારણો છે. જ્યાં જ્યાં પોતે રાગબંધનથી રોકાય છે તે તે બધા પ્રમાદના કારણો છે. પછી એ શુભરાગ હોય તોપણ પ્રમાદ છે અને અશુભરાગ તો પ્રમાદ છે જ, પણ શુભરાગ હોય તો પણ એ પ્રમાદ છે.
મુમુક્ષુ – આત્મસ્વરૂપનું ચિંતવન અને મનન એ પણ પ્રમાદમાં જતું હોય તો.....
=
પૂજ્ય ભાઈશ્રી :– જાગૃતિ જોઈએ. આત્માને વિચારવો અને ગ્રહણ કરવો બે જુદી જુદી વાત છે. વિચારથી માણસ સંતોષ પકડે છે. ગ્રહણ કરવાની વાત જ કોઈ જુદી છે.