________________
પત્રાંક-૫૬૬
૨૪૫
(પોતે) જુદા રહે છે. એ પ્રત્યે પણ એ પરિણામનો એને નિષેધ વર્તે છે. અને નિષેધ વર્તે છે એની સાબિતી છે કે એમને એ સંગ ત્યાગ કરતા વાર લાગી નથી. એક આંગળી અડવી જોઈએ અને છ ખંડના રાજને તિલાંજલી દેતા વાર લાગી નહિ. અહીં તો એક ફાટેલી ગોદડી છોડવી હોય તો વાર લાગે. કે હજી ચાલે એમ છે વાંધો નથી. હજી એકાદ શિયાળો કાઢી નાખો. છ ખંડનું રાજ છોડતા એને વાર લાગી નથી. એ શું બતાવે છે ? એમાં રહ્યા રહ્યા અને એમાં ઉદાસ હતા. એમ છે. અને એ ઉદાસીનતાનો પુરુષાર્થ પૂરી આત્મજાગૃતિ સાથે એમને વર્તતો હતો. એમાં શંકા પડે એવું નથી.
મુમુક્ષુ :– એ ભયંક૨ વ્રત છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ ભયંકર વ્રત છે. કે એમાં રહીને પુરુષાર્થ કર્યો. એ નિમિત્તોની વચ્ચે રહીને પુરુષાર્થ કર્યો. કહે ને ? કે ભાઈ ! તમે છોડી દીધું. હવે તમારે શું વાંધો છે ? અમારે તો કાંઈક માથે આવી પડે છે. તો કહે છે, એવું આવી પડે તોપણ એટલો જ પુરુષાર્થ કરીએ. બહારમાં એવો ઉદય હોય તોપણ એટલા જ પુરુષાર્થમાં રહીએ અને છોડવા માટે પણ એટલા પુરુષાર્થથી છોડી દઈએ. બેયમાં અમે પુરુષાર્થમાં પાછા પડીએ નહિ એમ કહેવું છે.
મુમુક્ષુ :– અખંડની સાધના છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– અખંડની સાધના છે. એ છ ખંડને સાધવા નથી ગયા. ચક્રરત્ન ઉત્પન્ન થયું ત્યારે ‘ભરતજી’ છ ખંડને સાધવા નીકળી પડ્યા છે એમ લોકો જોવે છે. ત્યારે ‘સોગાનીજી’ એમ જોવે છે કે એ છ ખંડને સાધવા નહોતા નીકળ્યા એ અખંડને સાધવા નીકળ્યા હતા. એમ છે. જુઓ ! આ દૃષ્ટિ ફેરે બધી વાતમાં ફેર છે. દૃષ્ટિમાં ફેર પડી જાય છે ને ?
મુમુક્ષુ :– જ્ઞાનીની ઓળખાણ જ્ઞાની જ કરી શકે.
=
પૂજ્ય ભાઈશ્રી :– એ જ કરી શકે.
=
જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તનું કરાય...' જો કેવળ પ્રેમનો એટલે એટલો પણ વ્યવહા૨ ક૨વાનો રાગ છે એ છોડીને જો વ્યવહારમાં પ્રવર્તવું કરાય...’ એટલે કે પછી વ્યવહાર છોડી દેવો પડે. કારણ કે એટલો વ્યવહા૨ ક૨વાનો પણ અલ્પ રાગ ન રહ્યો. અને એમ જો એવી રીતે પછી વ્યવહારમાં રહેવાનું થાય એટલે સર્વસંગ ન ત્યાગે પણ વ્યવહાર છોડે. સર્વસંગ છોડી દે અને વીતરાગતા વધી જાય તો કોઈ અપરાધ નથી. પણ કેવળ રાગનો ત્યાગ કરીને, પાછા ત્યાં ને ત્યાં ઊભા રહે તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે;...' તો વ્યવહારિક