________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૧ પાત્ર છે કે જેમની પાસે એમને પોતાના રાગ-દ્વેષથી માંડીને બધા પરિણામ, શુદ્ધતાના, અશુદ્ધતાના બધા પરિણામ વ્યક્ત કરવામાં કાંઈ સંકોચ નથી. એક એવું સુંદર પાત્ર એમને મળી ગયું છે. પોતાનું હૃદય ઠાલવે છે. એના ઉપરથી જ એમણે નક્કી કરેલું છે, કે જો મારું હૃદય અહીંયાં પૂરેપૂરું બહાર આવે છે એ જ એની પાત્રતા બતાવે છે. જેના નિમિત્તે પોતાને મોક્ષમાર્ગની અંદર વિકાસ સધાતો હોય તો એ સામો જીવ ભલે મુમુક્ષુ છે, જ્ઞાની નથી તોપણ એની પાત્રતા છે એ વાત નિઃશંક છે. એટલે એને ઉપકારશીલ કહ્યા છે. ઉપકાર માન્યો છે એનું કારણ છે. નમસ્કાર કર્યા છે એનું પણ એ જ કારણ છે.
અમસ્તું પણ જેના ઉપર વિશ્વાસ હોય, ખાનગીમાં ખાનગી Most comતિential જેને કહેવાય એવી રહસ્યવાળી વાત કોને કહે? જેના ઉપર વિશ્વાસ હોય એને કહે. ગમે એને કહે તો નુકસાન થઈ જાય. કેટલો વિશ્વાસ છે? કેટલો વિશ્વાસ મૂકયો છે ! એની પાત્રતા વગર એવું બને નહિ. ૫૬૬ (પત્ર પૂરો થયો. અહીં સુધી રાખીએ....
મુમુક્ષજીવને નિજકલ્યાણના હેતુથી જે અંદરથી સૂઝ આવે છે, તેથી મુમુક્ષતા/ યોગ્યતા વર્ધમાન થાય છે. બાહ્યથી | શ્રવણ -વાંચન આદિથી જે માર્ગદર્શન મળે, તે | અંતરસૂઝની પુષ્ટિ માટે હોવું ઘટે અથવા આગળ વધવાની સૂચના (Hint) રૂપે હોવું ઘટે; કારણકે તે પારકું -ઉછીનું લીધેલું છે. તેથી પહેલાના જેટલો લાભ થતો નથી.
(અનુભવ સંજીવની-૧૩૭૫)
આત્મકલ્યાણની તીવ્ર લગનીપૂર્વક જે સત્પુરુષના સાનિધ્યમાં જાય છે, તે જીવને સત્પુરુષની ઓળખાણ થઈ, અંદરમાં માર્ગ સૂઝે છે અને તે અવશ્ય તરી જાય છે. સત્સંગ / સત્યરુષ પ્રાપ્ત થવા છતાં અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોવા છતાં સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલીનો અભાવ છે- તે અન્ય પ્રતિબંધને પ્રદર્શિત કરે છે તેને અંતરગવેષણાથી/અવલોકનથી શોધવો ઘટે છે.
(અનુભવ સંજીવની–૧૩૭૬)