________________
પત્રાંક-૫૬૬
૨૩૭
તા. ૨૩-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૬, ૫૬૭
પ્રવચન નં. ૨૫૮
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬ ૬. પહેલેથી લેવો છે ? પત્ર-પ૬ ૬, પાનું-૪૪૯. “સોભાગ્યભાઈ” ઉપરનો પત્ર છે. પોતાની દશામાં જે કાંઈ ઠંદ્ર ચાલે છે, બધી વાત પોસાતી નથી, અલ્પ વિભાવ પોસાતો નથી. છતાં અનિવાર્યપણે જે કાંઈ યોગ્યતા છે, એવો કર્મનો ઉદય છે એની સામે પુરુષાર્થનું જોર છે. એવા સામે સામા પ્રકારો ઉત્પન થયા છે. એટલે એ વિષે પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યા છે. આ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યા
અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. પોતાની વાત કરે છે. આ સંસાર અશરણ છે એમ જાણીને એમાં કોઈ પદાર્થ આ જીવને શરણભૂત નથી. એની રક્ષા કરે, જીવની રક્ષા કરે, બચાવે એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. “એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય...” એટલે વ્યવહાર કરવા યોગ્ય છે, આ સંસારમાં સાંસારિક રીતે ચાલવા યોગ્ય છે, સંસારિક રીતે જ પ્રવર્તવા યોગ્ય છે. એવું જરા પણ લાગતું નથી. એવું નથી લાગતું, એમ જણાતું નથી.
“અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં. તેથી એ વ્યવહારથી નિવૃત્ત થવું છે. નિવૃત્ત ન થવાય તો એમાં સંક્ષેપ કરીને ઓછો કરી દેવો છે. એમ કરવા જઈએ છીએ તોપણ કાળ વ્યતીત થતો જાય છે. એ વાત અમને તો ગમતી નથી, ગોઠતી નથી, એ વાત પોસાતી નથી. એમ કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો. હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? એવો કાળ વધારે પસાર ન થાય અને અલ્પ કાળની અંદર એ વ્યવહારથી નિવૃત્તિ લેવી હોય તો જીવે શું કરવું જોઈએ ? આવો એક પ્રશ્ન પોતાની દશા ઉપર એમણે ઉઠાવ્યો છે.
“સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે. સંસાર અશરણ છે એટલે એને ભયના પણ અનેક કારણો છે. મૃત્યુના પણ અનેક કારણો છે. અનેક કારણોથી એ ભયવાન થઈને દુઃખી થાય છે. અને મૃત્યુને શરણ પણ થવું પડે છે. કોઈ મૃત્યુથી બચી