________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૧
મારાપણું ક૨શે ને ? મારે તો આની સાથે સંબંધ... મારે તો આની સાથે સંબંધ.. મારે તો આની સાથે સંબંધ... અને મારે તો આની સાથે સંબંધ. મારો સંબંધ કર્યો ને ? ? શું કર્યું ? મારાપણું વધાર્યું, દર્શનમોહમાં આગળ ચાલ્યો. પરમાં વિશેષપણે પોતારૂપપણું કરવું એ જ દર્શનમોહનું કાર્ય છે.
દર્શનમોહનું કાર્ય શું છે ? જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વ દૃઢ કરવું. જ્યાં પોતાની હયાતી નથી ત્યાં પોતાની હયાતીને લઈ જવી. આ દર્શનમોહનું કાર્ય છે. અને એ કાર્ય જેટલું દર્શનમોહનું કાર્ય વર્ધમાન થાય છે, વૃદ્ધિગત થતું જાય છે એટલું જીવને અસંગતત્ત્વ છે, આ આત્મા અસંગતત્ત્વ છે, એનો જે ઉપદેશ છે એ દુર્લભ થઈ પડે છે. એનો એ ઉપદેશ ચોંટતો નથી. ઉપદેશ સાંભળે તો પણ એને લાગુ કરતો નથી, એની અસર થતી નથી. દુર્લભબોધિપણું આવી જાય છે. સુલભબોધિપણાનો નાશ કરે છે. દર્શનમોહની તીવ્રતા સુલભબોધિપણાનો નાશ કરે છે અને દુર્લભબોધિપણું વધારી દે છે. એટલે સાંભળે તોપણ એને કાંઈ અસર થાય નહિ. ગોદડું છે એ, ઉપદેશની લાકડી વાગે નહિ. આ પરિસ્થિતિ થઈ જાય.
મુમુક્ષુ :– આઘે છે એનો પરિચય કરવાની તો કોઈ આવશ્યકતા નથી રહી.
=
પૂજ્ય ભાઈશ્રી :– પરિચય કરવાની નહિ, હોય તો ઓછો કરી નાખે એમ કહે છે. વધારવાની તો વાત નથી. ભૂતકાળમાં તારે પરિચય થયો હોય તો ઓછો કરી નાખ. બહુ બહુ તો એ પરિચયવાળા તારી કિંમત ઓછી આંકશે. કે હવે આ તો આપણી સાથે વ્યવહાર પણ નથી રાખતા. વ્યવહાર બહાર વયા ગયા લાગે છે. બહુ સારું તમે જેમ કહો એમ. અમારા દોકડા ઓછા મૂકવા હોય તો ઓછા મૂકજો. અમારે કાંઈ આબરૂ કીર્તિ વધારવી છે એ વાત છે નહિ. આબરૂ-કીર્તિ જેને વધારવી હોય એને ચિંતા થાય ને ? આબરૂ-કીર્તિ વધારવી નથી એને શું વાંધો છે ? એને કાંઈ વાંધો નથી. પત્ર આવી ગયો ને ? કે નિંદા-પ્રશંસા અર્થે મુમુક્ષુ પ્રવૃત્તિ કરે નહિ. કે આપણે જઈશું તો આપણી પ્રશંસા થશે, કે ભાઈ પ્રસંગે આવીને ઊભા રહે છે. જુઓ ! કેવા વ્યવહારુ છે. પ્રસંગે તો આવ્યા વિના રહે જ નહિ. અમારે ત્યાં ફલાણાનો પ્રસંગ હતો (તો) આવીને ઊભા રહ્યા. બરાબર હાજરી આપે છે. બહુ વ્યવહારુ છે. આ બીજાની નજરમાં સારું દેખાવામાં પોતાના આત્માનું ખૂન કરવામાં એને વાંધો નથી આવતો. હળવેક દઈને ખૂન કરી નાખશે. આવું
છે.
મુમુક્ષુ :- નિરાંતે ધર્મ થાય જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– કયાં થાય છે ? આ બધે .. બધુ ઊભા છે, અહીંયાં જાવું છે,