________________
પત્રાંક-૫૬૬
૨૨૯
આત્મહિત ન સધાય, ન સાધી શકે એ. તો એને એમ સમજવા યોગ્ય છે કે મારો દર્શનમોહ ઘણો બળવાન છે. દર્શનમોહ બળવાન હોવાને લીધે આ બધી વ્યવસ્થા ઉપાદાન અને નિમિત્તની સુયોગ્ય હોવા છતાં પણ મારું આત્મહિત સધાતું નથી. એ એમ બતાવે છે કે દર્શનમોહનું બળવાનપણું (છે).
.. અને આ ધર્મસાધન કરીએ છીએ એટલે હવે વાંધો નથી. એમ થઈને એ નિર્ભય થઈ જાય છે. સંતોષ આવે છે એનો. એ પરિસ્થિતિ ઊલટાની એના માટે નુકસાનકારક થઈ પડે છે. કેમકે દર્શનમોહ ત્યાં તીવ્ર થાય છે.
મુમુક્ષુ :– દર્શનમોહનો ઉદય લેવો કે દર્શનમોહના વર્તમાન પરિણામ લેવા ?
પૂજ્ય ભાઈશ્રી :– વર્તમાન પરિણામની જ વાત છે. જ્યારે વર્તમાન પરિણામ હોય ત્યારે ઉદય હોય જ. દર્શનમોહનો ઉદય તો જ્યાં સુધી મિથ્યાત્વ છૂટ્યું નથી ત્યાં સુધી તો ચાલુ જ છે. પણ ઉદય તીવ્ર હોય કે મંદ હોય, પોતાના પરિણામ ઉદયમાં તીવ્ર થઈ ગયા છે એમ લેવું. મુખ્યપણે પોતાના પરિણામનો વિચાર કરવાનો છે. પરમાણુ કર્યાં દેખાય છે ? એ તો જ્યાં સુધી સમ્યક્ નથી ત્યાં સુધી ધારાવાહી દર્શનમોહનો ઉદય ચાલે છે. પણ આ જીવ એ ઉદય ચાલતો હોય તોપણ એથી મંદ પણ પરિણામ કરી શકે અને તીવ્ર પણ કરી શકે. આ ઉદય ચાલતો હોય તો ત્યારે અનઉદયના પરિણામ એને ન થાય. ઉપશમે ત્યારે અનઉદયના પરિણામ થાય. એક દર્શનમોહની પ્રકૃતિ સાથે આવો નિમિત્તનૈમિત્તિક અવિનાભાવી સંબંધ છે.
મુમુક્ષુ :– દર્શનમોહની શક્તિને ઘટાડવાનો પ્રયાસ કરવો ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે દર્શનમોહ તૂટે એ જાતના બધા ઉપાય એણે જાગૃત રહીને કરવા જોઈએ. આ સીધી વાત છે. અને સીધે સીધો એનો પ્રકાર એ છે કે પોતે પ્રયોગ ચાલુ કરે. વિચારણાથી દર્શનમોહ થોડો મંદ થાય છે. પણ એ વિચારણામાં પાછો દર્શનમોહ ક્યારે તીવ્ર થાય છે એની પોતાને ખબર રહેતી નથી. કેમકે વિચારણામાં પરોક્ષભાવ હોવાથી કલ્પના કરવાનો અવકાશ છે, કલ્પના થવાનો અવકાશ છે. અને જ્યાં જીવને કલ્પના થાય છે, બે જગ્યાએ પ્રયોજન છે, એક પોતાના કાર્ય કરવાની વિધિ સંબંધી પ્રયોજન છે અને એ પોતાના મૂળ સ્વરૂપજ્ઞાનનું પ્રયોજન છે. મૂળ સ્વરૂપ વિષે કલ્પના કરે કે પોતાના સ્વકાર્ય કરવામાં કલ્પના કરે ત્યારે દર્શનમોહ તીવ્ર થશે. અથવા એ વિચારણા કરે ત્યારે હું મારા આત્મકાર્ય માટે કાંઈક કરું છું એવો સંતોષ લે. તત્ત્વવિચાર ઉપ૨ સંતોષ લે, કે કોઈપણ ક્રિયા કરતા એનો સંતોષ પરિણામમાં આવે, એક બાજુના પરિણામ લાગતા, ત્યારે બધે જ દર્શનમોહ વધે છે.