________________
૨૩૩
પત્રાંક-૫૬૬ સાક્ષીપુરુષ ભાતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. શું કહે છે? બીજા લોકોને એમ થયા કરે છે કે આમને લઈને નુકસાન થાય છે. હવે આનું ધ્યાન ધંધામાં નથી. દુકાને બેસે છે પણ વેપારમાં આનું લક્ષ નથી એટલે આપણને નુકસાન થાય છે. કેવો સરસ Chance ગયો. આ કામ કેવું સરસ આપણા હાથમાંથી વયું ગયું. અહીંયાં ગયા હોત તો બહુ સારામાં સારું કામ થાત. આ આવ્યા એને મળવાન રોકાણા એમાં આ ભૂલ થઈ ગઈ. અનેક જાતનો બીજાને દ્વેષ થાય, નુકસાન દેખાય, નુકસાનનું નિમિત્તકારણ દેખાય એવું અવારનવાર આ ૨૫માં વર્ષે બનવાનું એમને શરૂ થઈ ગયું
ભ્રાંતિગત લોકોનેનભાસે. એને ખબર નથી પણ એ એમ જબનવાનું હતું. એ હોત તો એમ જ બનત અને ન હોત તો પણ એમ જ બનવાનું હતું. પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. તો કહે છે, અમે શું કરીએ છીએ કે “એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. એ લોકોને એમ લાગે તો એનાથી પણ તું ઉદાસ થઈ જા. એનાથી પણ તું ઉદાસ થઈ જા. હવે બે ધારી તલવાર શું કરવા કહે છે એનો ખુલાસો આ ૫૬૬માં એમણે આપ્યો છે. એમાં બીજી ધાર કઈ છે? ઉદાસ ચાલો થઈ જાય વાંધો નહિ. જ્ઞાનીને એટલી શક્તિ છે. પણ કોઈને એના સ્વાર્થનો ભંગ કરીએ છીએ એવું લાગે છે. કોઈને ઉપકારનો ભંગ થતો હોય એવું લાગે છે અને કોઈને નિર્દયતા લાગે છે. ત્રણ પ્રકારના સામે નિમિત્ત બને છે. આ એક ભયંકર વ્રત છે. એટલા માટે ભયંકરદ્રત કહીએ છીએ. હવે શું કહે છે?
પ્રેમથી વિરક્ત થાય...” એટલે રાગથી વિરક્ત થયો હોય એ જીવ, છતાં સર્વસંગથી વિરક્ત થયા વિના એટલે વ્યાપારમાં પ્રવર્તતા હોય. અને એ વ્યવહારમાં વર્તતા ઉદાસ દશા રાખવી તે ઘણી ભયંકર દશા છે. ઘણી ભયંકર પરિસ્થિતિ છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય...” એટલે એકદમ કેવળ રાગનો ત્યાગ કરીને. હવે શું છે કે ચારિત્રમોહનો પણ રાગ ન હોય અને વ્યવહારમાં પ્રવર્તાય. તો એ તો બને જ કેવી રીતે ? એ તો બને નહિ. તો કહે છે, એમ નહિ ભલે ચારિત્રમોહ હોય પણ પોતે ઉદાસ થઈ જાય. એ ગમે તેમ કહે આપણે તો કાંઈ નથી કરવું એટલે નથી કરવું. તો કેટલાક જીવોને દયાનો ભંગ કરવા જેવું થાય છે. કોઈ જીવે વ્યવહારિક રીતે ઉપકાર કર્યો છે એનો ભંગ થાય છે. અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. એટલે વ્યવહારની ન્યાય નીતિ તૂટે છે. આ બેધારી તલવાર શું કરવા કહી ?