________________
૨૨૮
રાજહૃદય ભાગ-૧૧ પ્રમાદના કાળમાં લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું. પછી ટેવાઈ એવી જાય કે શું કરીએ હવે? જે થાવું હશે તે થાશે. આપણે તો બીજું કાંઈ કરી (શકવાના નથી), આત્માનો પુરુષાર્થ તો કરી શકતા નથી. માટે અત્યારે તો આ બધી ઉપાધિનો પ્રકાર છે એની અંદર જેટલો રસ્તો કઢાય એટલો કાઢીને જેટલી શાંતિ થાય એટલી ઉપાધિ તો શાંત કરો. એટલે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિની અંદર નિર્ભય થઈને,નિશ્ચિત થઈને, અજાગૃત રહીને પ્રવર્તે છે. એમ થયું કે એમ રહેવું તે આ જીવનું અતિશય નિબળપણું છેએ તો આ જીવની ઘણી નબળાઈનું કારણ છે એમ સમજવું. એટલે મુમુક્ષની ભૂમિકાની અંદર એની પરિસ્થિતિ શું છે એનું ભાન કરાવ્યું છે, કે આ જીવ જરાપણ અવકાશ લેતો નથી. ક્યારેક અવકાશ મળવાનો યોગ છે ત્યારે એનો પુરુષાર્થ પ્રવર્તતો નથી. અને પ્રમાદમાં તે પ્રમાદમાં... અહીં તો શુભાશુભ બધા પરિણામને પ્રમાદ કીધા છે. કોઈને કેટલાક શુભ થાય, કેટલાક અશુભ થાય. તે બધા પ્રમાદમાં જાય છે. અને એવા પ્રમાદના કાળમાં, થોડો સમય લેશમાત્ર સમયકાળ, થોડો કાળ પણ નિર્ભય રહેવું કે થોડો કાળ પણ અજાગૃત રહેવું તે આ જીવનું અતિશયનિબળપણું છે. તે આ જીવનું અવિવેકપણું છે, આ જીવની એ મોટી ભ્રાંતિ છે અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહછે.'નટાળી શકાય, કઠણપણે ટાળી શકાય એવો આ જીવનો મોહ છે.
જુઓ ! શુભના પરિણામ પણ પ્રમાદમાં નાખ્યા છે. આટલું વાંચન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, આત્માનું ચિંતન કરીએ છીએ. પણ સ્વરૂપની જાગૃતિ વિના એને અહીંયાં પ્રમાદમાં નાખે છે. અને એ પ્રમાદ એટલા માટે છે કે જીવ પોતે અંતર્મુખના પુરુષાર્થમાં નિર્બળ થયો છે. એમ કર્યા કરે છે એનો વિવેક ખોવે છે. એમાં ઠીકપણું માને છે કે ના, ના મારા પરિણામ બહુ બગડતા નથી. હવે એ સારા રહે છે. સંતોષ માને છે એ જીવની ભ્રાંતિ છે અને એને એવો મોહ છે કે જે ટાળવો અત્યંત કઠણ છે. એવો આ મોહ છે. આમ પોતે પોતાના માટે વિચારવા જેવું છે.
આ મુમુક્ષુજીવ માટે એક વિચારણાનું સ્થળ છે કે આત્માની અંતર જાગૃતિપૂર્વક પુરુષાર્થની શરૂઆત ન કરી તો આ જીવ પ્રમાદમાં પડ્યો છે એ જીવનો અવિવેક છે, એ જીવનું અત્યંત નિર્બળપણું છે અને આ મોહ ટાળવામાં કઠણ એવો મોહ હજી પણ... એટલે બળવાનપણે હજી મને દર્શનમોહપ્રવર્તી રહ્યો છે.
એમણે એક બહુ સારી સુંદર વાત કરી છે. આ વિષયમાં એવી કરી છે, કે જો જીવને વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર મળે એટલે સાચા નિમિત્તો એને મળી ગયા. સંશી પંચેન્દ્રિય છે એટલે સમજવાની બુદ્ધિ પણ એની પાસે છે. છતાં પણ એને પોતાનું