________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૧
એક જાગૃતિમાં આવીને પ્રયોગ કરે ત્યારે દર્શનમોહ એકધારો તૂટે છે. કેમકે પ્રયોગ અને પ્રયત્ન સમકાળે અવિનાભાવી હોય છે. એટલે પુરુષાર્થ શરૂ કરવો એ એક જ વાત છે.
સોગાનીજી' તો વારંવાર એમ કહે છે, સુનતે હી ચોંટ લગની ચાહિયે, ઔર સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાહિયે.’ આ બે એમના જે ધ્વનિ છે. એમણે મુમુક્ષુને માટે બહુ સુંદર વાત કરી છે. સાંભળતા તને ઊંડી અસર થવી જોઈએ. ચોંટ લાગે એટલે ઊંડી અસર થવી જોઈએ. આમ ઉ૫૨ ઉપ૨થી કહે, ભાઈ ! તમારે શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે ? ભાઈ સાહેબ ! શાંતિ જોઈએ છે માટે તો આ શાસ્ત્ર વાંચવા બેઠા છીએ. નહિતર તો અત્યારમાં બીજા ઘણા કામ કરે છે અને આપણે પણ ઊઠીને તરત ધમાધમ કરવા માંડીએ. પણ અહીંયાં કલાક બેસીએ છે શું કરવા ? કે કાંઈક શાંતિ માટેનો આપણો રસ્તો આપણને મળી જાય. શાંતિ તો જોઈએ છે. અશાંતિ કોને જોઈએ છે ? કોઈ હા પાડે ? કોઈ હા ન પાડે. પણ એ બધું ઉપર ઉપરથી છે.
શાંતિ જોઈએ છે, એ જો અંદરથી આવે તો એને અશાંત પિરણામથી છૂટવા માટેના પુરુષાર્થની જાગૃતિ આવ્યા વિના રહે નહિ. એને વિકલ્પમાં, પરિણામમાં, વિચારોના વિકલ્પના વમળમાં એને દુઃખ લાગ્યા વિના રહે નહિ. અશાંતિમાં દુઃખ લાગે નહિ એનો અર્થ શું છે ? કે અશાંતિ તને ગમે છે. મોઢેથી હા પાડે કે મારે તો શાંતિ જોઈએ છે. પૂછે ત્યારે શું જવાબ દે ? શાંતિ જોઈએ કે અશાંતિ ? તો કહે ભાઈ ! શાંતિ જ જોઈએ, અશાંતિ શું કરવા જોઈએ ? કાંઈ કારણ ખરું જીવને ? શાંતિ જ પસંદ પડે ને. જો તને શાંતિ પસંદ હોય તો આ અશાંત પરિણામમાં તને ગોઠે છે કેમ ? અને ત્યાં આકુળતા લાગીને છૂટવા માટે કાંઈ પ્રયત્ન કરતો નથી. એ એમ બતાવે છે કે તારે શાંતિ જોઈએ છે એ વાત તારી ઉપર ઉપરની છે. આ સાબિત થાય છે, કે એ વાત માત્ર ઉપર ઉ૫૨ની છે અંદરથી વાત આવી નથી. નહિતર એને અશાંતિમાં દુઃખ લાગ્યા વિના રહે નહિ. એમના પત્રોની અંદર એ વિષયના સંકેત બહુ સારા મળે છે. ત્યાંથી પુરુષાર્થ માટેનો વિષય નીકળે છે.
“સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે,...' જુઓ ! હવે એ પોતે ચર્ચા કરે છે. પોતાના પરિણામ ઉપ૨ ચર્ચા કરે છે, હોં ! આ બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.’ અથવા રાગથી અને દ્વેષથી. બે બંધન છે ને ? એટલે જે કાંઈ થાય છે કાં રાગ હોય તો પ્રવૃત્તિ કરે અને કાં દ્વેષ હોય તો પ્રવૃત્તિ કરે. એટલે આખા સંસારમાં બે પ્રવાહ જોવામાં આવે છે. જે દ્વેષનો પ્રવાહ છે એમાં ઘર્ષણ