________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૧ કોઈક છે પણ રાગના સ્થાન ઘણા છે. અને એ ઘણા રાગના સ્થાન છે એના ગર્ભમાં એ બધા જષના સ્થાન છે.
જેમકે જેના ઉપર રાગ છે એ એક સિક્કાની બીજી બાજુ દ્વેષ છે. એમાં ફેરફાર થાય એટલે રાગ પલટીને દ્વેષ થયા વિના રહેશે નહિ. જેના ઉપર રાગ કર્યો છે એ દ્વેષનું નિમિત્ત થઈ જશે. પણ પ્રધાનપણે આ જીવ રાગ વધારે કરે છે. દ્વેષ એના પ્રમાણમાં અલ્પ કરે છે. '
સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા ષબંધન...” છે. આ તો જીવ પોતાની વર્તમાન પરિસ્થિતિને અને પરિણામને તપાસે, અવલોકન કરે તો એને પોતાના અનુભવથી સમજાય એવી વાત છે, કે મને પણ રાગનું બંધન છે અને દ્વેષનું બંધન છે. ક્યાંક દ્વેષનું બંધન છે. બહુભાગ બધે મને રાગનું બંધન છે. અને સર્વ જ્ઞાનીઓએ અનુભવથી નિચોડ કરીને સ્વીકારેલી વાત છે અથવા Final કરેલી વાત છે. છેવટનો એમનો એ નિર્ણય યથાર્થ છે.
તેની મૂંઝવણે જીવને નિજવિચાર કરવાનો અવકાશપ્રાપ્ત થતો નથીઅને એ રાગ અને દ્વેષના બંધનવાળા પદાર્થોની આજુબાજુ આ જીવની પરિણતિ ચકરાવો ખાય છે. શું કરે છે? જીવના પરિણામ આત્માને છોડીને સંયોગ પાછળ, શરીર પાછળ અને શરીરના સંબંધીઓ પાછળ ચકરાવો ખાય છે. જ્યાં એને રાગનું બંધન છે, દ્વેષનું બંધન છે ત્યાં જ પરિણામ ચકરાવા ખાય છે. એમાં મૂંઝાય છે. પછી એની ઇચ્છા પ્રમાણે તો કાંઈ બધું બનતું નથી. એટલે એને એ મૂંઝવણમાં અને મૂંઝવણમાં પોતાના આત્મસ્વરૂપનો વિચાર સુદ્ધા કરવાનો, અવલોકન કરવાનો કોઈ અવકાશ એટલે સમય મળતો નથી. એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી. એટલું બહિર્મુખપણું વર્તે છે કે એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી.
વળી જેબહિર્મુખ પરિણામ ચાલુ રહ્યા છે એમાં ક્યાંય એને શાંતિ નથી, સમાધાન નથી. મૂંઝવણ છે એટલે સમાધાન નથી. મૂંઝવણ છે, અશાંતિ છે અને આકુળતા થયા કરે છે. છતાં પણ એને પોતાને એવી કલ્પના છે, કે આમારું છે અને એમાં આમ તો થવું જ જોઈએ અને આમ તો ન જ થવું જોઈએ. એટલે એ આકુળતા સહન કરીને પણ એ જ પ્રકારના પરિણામને ચાલુ રાખે છે. એવું નથી વિચારતો કે હવે આ આકુળતામાંથી છૂટીને મારે કાંઈક આત્મશાંતિ પ્રાપ્ત કરવી છે. મારે આત્મશાંતિ પ્રાપ્ત કરીને શાંતપણે મારા સ્વરૂપમાં શાંતિથી ઠરવું છે. એ પ્રકારનો નિર્ણય કરતો નથી કે મારે આ કાર્ય કરવું છે. એના બદલે આ કરવું છે... હજી આ કરવું છે.. હજી આ કરવું છે. આમ થાય તો