________________
૨૨૫
પત્રાંક-૫૬૬ કરી છે. સૂક્ષ્મ ચર્ચા કરી છે. એ આપણે ક્રમમાં આવશે એટલે વિચારશું.
શું કહે છે કે “સમસ્ત સંસાર મૃત્યુ આદિભવે. આદિમાં બીજા સંયોગોની પણ અનિત્યતા અને અશરણતા લેવી. “આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું...” અને એ સંસાર પોતે શરણનો હેતુ થાય એવી કોઈ કલ્પના કરવી અથવા આશા રાખવી કે અમુક પ્રકારના આપણા સંયોગો થઈ જશે ને પછી વાંધો નહિ આવે. એક આટલું થઈ જાય ને... માણસ શું કરે છે? આટલું કામ પાર પડી જાય ને કે આટલી ઉપાધિ ટળી જાય ને પછી ચિંતા નથી, પછી ભય નથી. એ પૂરું ન થાય ત્યાં બીજું કાંઈક ઊભું થયું હોય. કાં એકથી વધારે ઊભું થયું હોય. અને કાં પોતાને પાછી બીજી કલ્પના આવે કે આ તો થઈ ગયું પણ હજી એક આમ થવાની જરૂર બાકી છે. હજી પાછી આમ થવાની જરૂર બાકી છે.
ભાડે રહેતા હતા એના કરતા હવે પોતાનું ઘર હોય તો પછી કોઈ આપણને એમ ન કહે કે અહીંથી તમે ખાલી કરો. એ થઈ ગયું તો હવે એક માળ ઉપર બીજો હોય તો સારું. બીજો થાય તો કહે હવે એક ત્રીજો થાય તો સારું. આમ ને આમ એ આશાના દોરે સમય વ્યતીત કરી નાખે છે. એની કોઈ નિશ્ચિતતા છે નહિ. કોઈ Gurantee છે નહિ કે પોતપોતાની ઈચ્છા પ્રમાણે બધા કાર્યો થાય જ. એટલે થશે કે નહિ થાય? એની ચિંતા, એનો ભય અને આયુષ્યની અનિશ્ચિતતાનો ભય. ક્યારે આયુષ્ય પૂરું થાય એનું કોઈ ઠેકાણું નથી. એટલે એ શરણનું કારણ બને, સંસારના સંયોગો શરણનું કારણ બને એવી કલ્પના કરવી તે મૃગજળમાંથી પાણી પીવાની વાત છે.
વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ...' આ વાતનો ઘણો વિચાર કરીને, ઊંડો વિચાર કરીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. કોઈએ એમાં ગૂંચવાય જવું એવો ઉપાય શોધ્યો નથી. તેનાથીનિવર્તવું એ જ ઉપાય એમણે શોધ્યો છે, એ જઉપાય પ્રમાણે તે અનુસર્યા છે, એ જઉપાય તેમણે આચર્યો છે. એમની આચરણા પણ સ્પષ્ટ છે. તે સંસારના મુખ્ય કારણ જ ચર્ચા કરે છે, હોં! આમાં જ ચર્ચા કરે છે.
તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે.” આ જીવને સંસાર શા માટે છે? કે કાં તો એને રાગનું બંધન છે, કાં તો એને દ્વેષનું બંધન છે. આ મારો વેરી છે, આ મને પ્રતિકૂળતા આપનારો છે, આ મને નુકસાન કરનારો છે. એમ એના પ્રત્યે જીવના પરિણામ નિબંધન પામે છે, જોડાય છે. બંધન પામે છે એટલે કાં રાગથી જોડાય છે, કાં દ્વેષથી જોડાય છે. રાગના સ્થાન ઘણા છે. દ્વેષના સ્થાન કોઈક