________________
પત્રાંક-૫૬૬
૨૨૩ સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય...” અશરણ હોવા છતાં એ શરણ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. પાણી ચોખ્ખું દેખાય છે. આપણી તરસ જેટલો તો વાંધો નહિ આવે. એ કાંઈ કોઈ રીતે બની શકે એવું નથી. સંસારમાં કોઈ મિથ્યાષ્ટિ જીવનિર્ભય હોય, સમ્યગ્દષ્ટિની વાત જુદી છે, કોઈ સંસારી જીવ નિર્ભય હોય, એ અસંભવિત અને અશક્ય છે. બધા ભયમાં જીવે છે અને જેને વધારે તીવ્ર રાગ છે, તીવ્ર દ્વેષ છે, તીવ્ર મોહ છે, જેને સંયોગ ઉપરની વધારે પક્કડ છે અથવા આધારબુદ્ધિ જેને તીવ્ર છે એને તો વિશેષ કરીને ભયવાનપણું વર્તતું હોય છે.
મુમુક્ષુ – આપે સમ્યગ્દષ્ટિને જુદા પાડ્યા.
પૂજ્ય ભાઈશ્રી:- હા, એને ભય નથી-સમ્યગ્દષ્ટિને ભય નથી. કેમકે એ પોતાના આત્માને જ પોતાનું સ્વરૂપ માને છે. અને એ આત્મા અજર, અમર અને અવિનાશી છે. પોતાનો આત્મા છે એ અજર, અમર, અવિનાશી અને અવ્યાબાધ સ્વરૂપે છે. કોઈ બાધા પણ ન કરી શકે એવું છે. અખંડ છે અને પોતાથી પરિપૂર્ણ છે. એને કોઈની જરૂર પણ નથી. નિરપેક્ષ અને નિરાલંબ છે. એટલા માટે એને પછી ભયકઈ વાતનો હોય?
મુમુક્ષુ -આ વાત તો અમે રોજસાંભળીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી – હા, પણ પ્રત્યક્ષ કરવી જોઈએ. વાત રોજ સાંભળવા મળે છે પણ એને પ્રત્યક્ષ કરવું જોઈએ, કે હું પ્રત્યક્ષ આવો છું. એની પ્રત્યક્ષ પરિસ્થિતિ જોયા વિના, એવો પોતાને પ્રત્યક્ષ જોયા વિના ભય ટળશે કેવી રીતે ? સાંભળવાથી ભય ટળી જશે કાંઈ ? સાંભળવાથી ભય નથી ટળતો. પણ જો એવું પોતાનું સ્વરૂપ પોતાને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવી જાય તો એને ભય રાખવાનો પણ પ્રશ્ન નથી. રહે એવી પરિસ્થિતિ જ નથી. સહજમાત્રમાં એ ભય ઊડી જાય છે.
દોરડામાં સાપ દેખાણો, ભ્રાંતિથી ભય થયો. જોયું કે નહિ, આ તો દોરડું છે. પછી ભય કેવી રીતે રાખી શકે રાખવો હોય તો? સાપ નથી પણ દોરડું છે એમ ખબર પડે તો ભય રહે ખરો ? ભય ઊડી જાય છે. બસ. એમ કલ્પનામાત્રથી ભય છે. અરે..રે.! મારું શું થશે? હું કેટલું જીવીશ? કેટલું નહિ જીવું? મારા સંયોગોમાં પ્રતિકૂળતાઓ આવશે તો હું શું કરીશ? હું નિરાધાર થઈ જઈશ તો શું કરીશ? મારા નોધારાનો કોણ આધાર થાશે? આ બધી કલ્પનાની અંદર જીવ ભયવાન થાય છે. કલ્પનામાત્ર છે.
મુમુક્ષુ-જવાબ પ૯૮પત્રમાં છે. - પૂજ્ય ભાઈશ્રી – ૫૯૮ ? હા, છે. આમાં જવાબ આપ્યો છે. બરાબર છે. પછી પણ એની સામે બીજો પ્રશ્ન નીચે પૂક્યો છે. કે મારો પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મ છે એમ