________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૧ એમ કરવા જતાં એટલે કે એ સંબંધથી નિવૃત્તિ મેળવતા અથવા ઓછો કરવા જતા સમય, કાળ વધારે વ્યતિત થયા કરતો હોય. છતાં એ ન થતું હોય અને સમય નીકળી જતો હોય,ચાલ્યો જતો હોય તો બહુ થોડા કાળમાં જલ્દી એમ કરવું હોય એણે શું કરવું જોઈએ? એ કરે તો એમ થાય? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
એની વૃત્તિ પ્રવૃત્તિ કરવાની નથી, પ્રવૃત્તિ વધારવાની નથી, છોડવાની છે, ન છૂટે તો અલ્પ કરવાની છે પણ છતાં એમ ન થતું હોય. કેમકે એ એના હાથની બાજી નથી. બહારના સંયોગો એ જીવના અધિકારનો તો વિષય નથી. તો પછી એણે શું કરવું જોઈએ? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. | ગમે તે પરિસ્થિતિમાં એણે પોતાના આત્મા પ્રત્યે જવા માટે બળવાન પુરુષાર્થ કરવો જોઈએ. જ્યારે બહારની પરિસ્થિતિ આ જીવના અધિકારનો વિષય નથી, કે એમાં કિાંઈ કરી શકે, એનો કર્તા-હર્તા થઈ શકે. તો પછી એનો અધિકાર તો એના પોતાના પુરુષાર્થ સ્વાધીન પરિણામ ઉપર રહે છે. પરાધીન દ્રવ્યના પરિણામ ઉપર એનો કોઈ અધિકાર રહેતો નથી. એણે શું કરવું? એણે પરિણામ સંકેલી લેવા. વીતરાગતા વધારવી. આ સિવાય બીજો કોઈ એને ઉપાય રહેતો નથી. તો સંભવ છે કે ઉદયની સ્થિતિ સંક્રમણ પામીને, સંક્રમણ પામવા કરતા અપકર્ષણ પામીને, ઘટીને, ઓછી થવાનો સંભવ છે. બીજી કોઈ રીતે તો આનો નિવેડો આવે એવું નથી.
જ્યાં આ આત્માની પહોંચ નથી ત્યાં એ શું કરે ? જ્યાં એનું ચાલે ત્યાં કરે. પોતે અંદરથી છૂટો પડી જાય. અને છૂટો પડ્યો હોય તો સર્વથા ચારિત્રમોહના પરિણામને પણ વીતરાગતામાં પલટાવી નાખે, ચારિત્રના પરિણામને, મોહનો ત્યાગ કરીને. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આમ પ્રશ્નનો ઉત્તર આ સંભવી શકે છે. એમણે તો સોભાગભાઈ ઉપર પ્રશ્ન છોડી દીધો છે. એમણે પત્રની અંદર ઉત્તર નથી આપ્યો. પ્રશ્નનો ઉત્તર કદાચ “સોભાગભાઈએ આપ્યો હોય તો નોંધ કરી લેજો. પ૬૬ ન કર્યો હોયતો. કદાચ કરાવ્યો હશે. જોયા પછી પાછળથી જોઈ લેજો.
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે...” અશરણ કહીને ઓળખાવ્યું. મૃત્યુ આદિ ભયથી ભયનું કોઈ શરણ નથી. મૃત્યુનું શરણ નથી અને મૃત્યુના ભયનું પણ કોઈ શરણ નથી. કોઈ નિર્ભય કરી દે એવું નથી. વીમાવાળા પૈસા આપે એમ છે પણ જિંદગી આપે એવું નથી. અને તે પણ આપે જ એવી કાંઈ Guarantee નથી. કાં તો વીમા કંપની ભાંગે કા તો વાંધો પડે કાંઈક. આમાં કાંઈક ગડબડ છે. અમારી શરત પ્રમાણે આ મૃત્યુ થયું નથી. જાવનાહી નાખો.