________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૧ કરીને...
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને ક્યા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? એ પ્રશ્ન અમે લખ્યું હતું. ઓલામાં તો સંયોગની વાત સાથે જોડી છે કે અમારે નિવૃત્તિ જોઈએ છે. પ્રવૃત્તિ ઘટાડવી છે તો શું કરવું? એમ પ્રશ્ન છે. અહીંયાં આત્મપરિણતિની વાત છે. ઉપાધિરહિત થવા માટે આત્મપરિણતિમાં શું કરવું? એવો પ્રશ્ન કર્યો હતો. જેથી ઉપાધિરહિત થઈ શકાય. “એ. પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી...” કેમ કે જીવને પોતાને જે પદાર્થ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, પછી દેહથી માંડીને કોઈપણ પદાર્થ છે, એના પ્રત્યે રાગ ઉત્પન થાય છે એ સ્વય ઉપાધિ ભાવ છે. રાગ પોતે સ્વયં ઉપાધિ ભાવ છે. એટલે જ્યાં સુધી રાગનું બંધન છે ત્યાં સુધી ઉપાધિનું પણ બંધન આપોઆપ છે. અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. અસંગતત્ત્વના આશ્રયે આત્મ પરિણતિ, અસંગ પરિણતિ ઉત્પન્ન થાય તો રાગ મટે, રાગ મટે તો ઉપાધિ મટે. અને અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે તમારી વાત તો સાચી છે.
અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે...... મારા પ્રશ્નમાં જરા વિશેષ વાત છે. સામાન્યપણે તમારો ઉત્તર ઠીક છે. પણ મારા પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય....” ન જોઈતો હોય અને માથે આવી પડતું હોય. અને તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય...” એટલે ભિન તો પડી ગયા છીએ અને ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને અલ્પ ઉપાધિ થતી હોય એનો પણ ખેદ રહેતો હોય. અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય,...” કે આ અલ્પ છે એ પણ ન જોઈએ. તેમ છતાં ઉદયબળથી ઉપાધિ પ્રસંગ પાછો જોર કરતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ? એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો.”
અહીંયાં સંયોગની વાત પાછી વચ્ચે લઈ આવ્યા. એટલે રાગ-દ્વેષની પરિણતિ તો ઓછી થઈ છે પણ હવે ઉદયયોગ નહિ ધારેલો સામે આવે છે કે જેમાંથી છટકી શકતા નથી. ત્યારે હવે શું કરવું? એને નિવૃત્ત કરવા શું કરવું? છે, એ પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે. એ પ્રશ્ન એમણે અવારનવાર ઉત્પન્ન કર્યો છે. આગળ પણ હજી એ પ્રશ્નને દોહરાવવાના છે અને એની ચર્ચા પણ કરવાના છે. બહુ સારી ચર્ચા