________________
પત્રાંક-૫૬
૨૨૧
તા. ૨૧-૧૧-૧૯૯૦, પત્રાંક - ૫૬૬
પ્રવચન નં. ૨૫૭.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૬, પાનું-૪૪૯. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે?” પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. પોતાને પણ કાંઈ એવી જ ભાવના છે. અને તમામ કક્ષાના મુમુક્ષુ કે સાધક હોય એને પણ આવો જ પ્રશ્ન જો વ્યવહારમાં વર્તતા હોય તો થવો જોઈએ, ઉપસ્થિત થવો જોઈએ.
સંસાર છે એમાં કોઈ શરણ નથી. કોઈ Security નથી. ન તો આયુષ્યની દેહની છે, ન તો બીજા કોઈ સંયોગોની છે. બહુ મોટા રાજા અને શ્રીમંતો પણ થોડા જ દિવસોમાં ભિખારી થઈ જાય છે. બીજાનો તો ભરોસો કરવાનો પશ્ન જ રહેતો નથી. પણ જેની કરોડો અને અબજોની મિલકત હોય, એ પણ દેવાદાર થતા જોવામાં આવે છે, તો બીજા જીવોની તો શું સલામતી છે? ગમે તેવા તંદુરસ્ત આયુષ્યવાળો માણસ પણ ગમે તે ઉંમરમાં આયુષ્ય પૂરું કરે છે. એમ પણ નિશ્ચિત થઈને પ્રવૃત્તિ કરાય, વ્યવહાર કરાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. અશરણ છે. જીવને કોઈ શરણભૂત નથી.
એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય.” આ વ્યવહાર કરવા જેવો છે, કરવો જોઈએ, કરવામાં વાંધો નથી, ચિંતા નથી, ભય નથી અને કર્તવ્ય છે, એવું કાંઈ જેને લાગતું નથી. એવી જેની બુદ્ધિ નથી. એટલે કે આ અસાર છે, દુઃખદાયક છે, આત્માને એંકાતે નુકસાનનું કારણ છે. એમ જેને જણાતું હોય, તેને સ્વભાવિક રીતે તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરવાનો ભાવ આવે છે અથવા અલ્પ કરવાનો ભાવ આવે છે. ઓછો કરું. બની શકે એટલો મારો સમય બચાવીને હું મારા આત્મહિતાર્થે એ સમયનો ઉપયોગ કરું, એવી કોઈ યોજના કરું કે મારો સમય મારા આત્મહિતના કાર્યમાં પસાર થાય અને અહિતના કાર્યમાં પસાર ન થાય. અને