________________
૨૧૯
પત્રાંક-૫૬૫ અહીંયાં જાવું છે, આને સાચવવો છે અને આને સાચવવો છે. અંદરમાં એની જાળમાંથી છૂટો થાય નહિ. ધર્મ થાય ક્યાંથી? ધર્મ કયાં રેઢો પડ્યો છે એવી રીતે કે થઈ જાય. એ પ૬૫ (પત્ર પૂરો થયો.
બે-બે લીટીના પત્રો છે પણ જીવને જો ગ્રહણ કરવું હોય, અંગીકાર કરવું હોય તો એકદમ એને સીધે સીધી અસર થાય એવી વાત છે.
મુમુક્ષુ – ઘરમાં છોકરા-છોકરીના લગન બાકી હોય, ઘણી Liabilities બાકી હોય, પરિચયથી...કરી લઈએ તો ઉપાધિ ન થાય?
પૂજ્ય ભાઈશ્રી:– કાંઈ ઉપાધિ થાય નહિ. એના નસીબ લઈને આવ્યા છે. તમે શું કરી દેવાના હતા?એના એ નસીબ લઈને આવ્યા છે. પૂર્વકર્મ લઈને આવ્યા છે. સારામાં સારું તમે ગોત્યું હોય, હોંશિયારી કરીને અને પછી પાછળથી દેવાળું કાઢે. તો કરો ? શું કરો ? તમારી પહોંચ કેટલી? સારામાં સારું મળ્યું હોય અને પાછળથી પાર વગરની તકલીફ ઊભી થતી હોય તો શું કરો ? તમારી પહોંચ કેટલી ? અને એક જીવના પરિણમનને કે પુદ્ગલના પરિણમનને કોણ કરે અને કોણ રોકે કેવી રીતે થઈ શકે એવું છે? અશક્ય વસ્તુ છે. એ તો કુદરત કુદરતનું કામ કરે છે. એમાં પોતે કર્તા-હર્તા થાય તો ઉપાધિ વધારવા સિવાય અને જીવને બંધન વધારવા સિવાય બીજું કાંઈ નથી. આથી વધારે કાંઈ નથી.
મુમુક્ષુ-પરિચય એટલા માટે તો વધારે છે કે કોઈ કામ આવશે.
પૂજ્ય ભાઈશ્રી - આ કામ આવશે એવી આશા રાખે છે. પણ આત્માને કેટલો બાંધ્યો ? એમ કરતા આત્માને કેટલો બંધનમાં નાખ્યો? આ સવાલ છે. બીજું પડખું વિચારવું પડશે કે નહિ? બાકી થશે તો ગમે તેટલો પરિચય અને ગમે તેટલો ભાઈએ ન કીધું? કે પ્રસંગે કોણ ઊભા રહેશે કોને ખબર છે? ઓળખાણ તો ઘણાની સાથે છે. પણ જરૂર પડી ત્યારે કોણ ઊભા રહે અને કોણ વયા ગયા છે ત્યારે ખબર પડે). (અહીં સુધી રાખીએ.)