________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૧ પ્રવર્તવું એ અહિતકારી છે, એ દુ:ખદાયક છે, એ જીવને વર્તમાનમાં દુઃખનું કારણ છે, ભવિષ્યમાં દુર્ગતિને લઈને પણ એ દુઃખનું કારણ જ છે. માટે જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું.... ખાસ કરીને “લલ્લુજી પોતે સાધુદશામાં બહારમાં છે. આમ તો મુમુક્ષુદશામાં છે. આત્માની દૃષ્ટિએ તો એ મુમુક્ષુદશામાં છે. પણ લોકોની દષ્ટિએ એ સાધુદશામાં છે.
કહે છે કે “બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. તમારે સમાજના માણસો સાથે પરિચય વધારવો નહિ. કોક નવા આવે તો કોણ છે ભાઈ? કયા ગામથી આવે છે? અહીંના છે? શું કરે છે? શેનો ધંધો છે? ફલાણું છે, થોડોક પરિચય કરે. વળી બીજી વાર આવે તો પૂછે), કેમ તમારા કુટુંબમાં કોણ કોણ છે? ભાઈઓ કેટલા? દીકરા દીકરી કેટલા? ફલાણું કેટલું? શી પંચાત માંડેલી છે. તમારે કાંઈ લેવાદેવા ખરી ? એટલે એ બધા પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો કે આ બંધનનું કારણ છે. મારા માટે આ બંધનનું કારણ છે.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. કોઈની સાથે પરિચય વધારવો નહિ). “ગુરુદેવનું જુઓ બહુ સરસ...! ભલે જ્ઞાનદશા તો પાછળથી થઈ છે પણ પોતે દીક્ષા લીધી તો બહુ પરિચયમાં નહોતા આવતા. વ્યાખ્યાન વાંચતા થયા ત્યારથી લોકોનો પરિચય વધ્યો. તોપણ એમને પોતાના સ્વાધ્યાયમાં હોય, જ્ઞાન-ધ્યાનમાં હોય તો ગમે ત્યારે ગમે એ આવે અને વાતચીત વળગે એન ચાલે. પૂછાવવું પડે, કે સાહેબ ! હું અત્યારે આપની પાસે આવું કેમ આવું? વાંચતા હોય, તો કહે, નહિ. અત્યારે નહિ. શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા હોય, કાંઈક એવી વિચારણામાં હોય, ધ્યાનમાં હોય. મળવાની પરવાનગી નહિ. ગમે તે આવ્યા માટે વાતે વળગી જાવ. જાણે વાત કરવાની હાટડી માંડી હોય. સાધુ હોય એટલે જાણે વાતો કરવાની એક હાટડી માંડી હોય) એવી પરિસ્થિતિ થઈ જાય છે. એના બદલે બિલકુલ અસંગદશા હતી. મારે કોઈની સાથે મતલબ નથી. તમારે કામ હશે પણ મારે તમારું કામ નથી. કદાચ તમારે કામ હશે પણ મારે કામ નથી એમ કહે. અને એટલો પરિચય ટાળવા માટે અઠવાડિયામાં એકાદ વખત ઉપવાસ કરીને બહાર નીકળી જતા હતા, અપાસરો છોડીને જંગલમાં વયા જાય, વગડામાં વયા જાય, કોઈક ઝાડ નીચે બેસીને વાંચે. શાસ્ત્ર સાથે લેતા જાય. આજે ખાવું પીવું નથી એટલે કાંઈ માથાકૂટ નથી. કોઈની સાથે હળવાભળવાની. એવી રીતે એમણે શરૂઆતથી જીવન રાખ્યું છે.
બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો...' એ એના માટે છે પણ