________________
૨૧૪.
રાજહૃદય ભાગ-૧૧ છે. તો તમને અવશય લાભનું કારણ થશે. એ એમના આત્મલાભ માટેની અસાધારણ માર્ગદર્શનની વાત અહીંયાં આવી છે.
પત્રક-પ૬૪
મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો.
કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશો.
લિ. રાયચંદના પ્રણામ.
(પત્રાંક) પ૬૪. પ્રશ્ન:
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુને તો ઘણો ઉપદેશ મળે એવી વાત છે. ભલે પત્ર તો એમને પ્રાસંગિક ચાલ્યા છે. જે-તે મુમુક્ષુને પ્રસંગ પડ્યો અને પત્રો લખાણા પણ અનેક રીતે જ્યાં જ્યાં પોતાને લાગુ પડતી હોય એવી વાત ગ્રહણ લેવા જેવી છે. મુમુક્ષતા અર્થે જીવને ગ્રહણ કરવું હોય તો આ ગ્રંથમાંથી ઘણું મળે એવું છે. બીજા શાસ્ત્રોમાંથી ન મળે એટલું આ શાસ્ત્રોમાંથી મળે એવો મુમુક્ષતા માટેનો જ ખાસ ગ્રંથ હોય એવો ગ્રંથ છે. કુદરતી એવી પરિસ્થિતિ રહી ગઈ છે. એ મુમુક્ષુઓનું સદ્ભાગ્ય છે એમ કહેવું જોઈએ.
પ૬૪ ‘સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. મુંબઈમાં ત્રણ વર્ષથી સતતપણે વ્યાપાર-ધંધાના ઉદયમાં રહેવું પડ્યું છે. અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈપ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું. અમે તો થાક્યા છીએ, એમ કહે છે. પ્રવૃત્તિ કરતા અમે થાક્યા છીએ. રસ આવે એ થાકે નહિ. ઊલટો એના રસને લઈને વધારે દોડે. જ્યારે આ કહે છે કે હવે ત્યાં આવ્યા પછી એટલે ‘વવાણિયા દેશમાં આવ્યા પછી