________________
૧૬૮
રાજહંય ભાગ-૧૧
પત્રાંક-પપ૭
મુંબઈ, પોષ વદ ૯, શનિ, ૧૯૫૧ મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે?
તા. ૧૮-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૫૭ થી પ૬૦
પ્રવચન નં. ૨૫૪
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૫૭. અડધી લીટીનો છે. પાનું-૪૪૬. સોભાગભાઈને પ્રશ્નચિહ્નમાં પૂછ્યું છે કે મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે? પ્રશ્ન ગંભીર છે. વેદાંતની અંદર જગતને મિથ્યા કહેવામાં આવ્યો છે. બ્રહ્મ નામ આત્મા લીધો છે અને જગતને મિથ્યા કહેવામાં આવે છે. આત્મા સાચો છે, જગત ખોટું છે. એ લોકોની મુખ્ય દલીલ એ છે કે જગતનું વિસ્મરણ કર્યા વિના આત્મામાં આવી શકાય એવું નથી અને જગતને સાચું માન્ય જગતનું વિસ્મરણ થાય એવું નથી. એક બાજુથી તમે એને સાચું માનો, જ્ઞાનમાં એની સત્યતા રહે અને એનું વિસ્મરણ થાય એ બની શકશે નહિ. માટે એ ખોટું છે એમ માનો તો જ એનું વિસ્મરણ થાય. આ એકદલીલ છે.
જેને સવળું લેવું છે એના માટે ઇષ્ટ એ છે, કે આપણે વિસ્મરણ કરવું છે, માટે જગતને ખોટું માનો. અહીંયાં દ્રવ્યાનુયોગ જો લાગુ કરે તો મેળ ખાય એવું નથી. અધ્યાત્મ વચન માટે તે અનુકૂળ પડે એવું છે. દ્રવ્યાનુયોગથી) વિચારવામાં આવે છે તો સિદ્ધાંતને અને એને મેળ ખાતો નથી. એટલે જગત મિથ્યા છે એ વાત ઉપર સ્થિર થવું હોય તો, એ લેવું હોય તો વસ્તુના સ્વરૂપના આધારે ટકી શકાશે. કોઈ કલ્પનાના આધારે નહિ ટકી શકાય. એટલે કલ્પના કરવી એક વાત છે, વાસ્તવિકતાનું જ્ઞાન કરવું તે બીજી વાત છે. જ્ઞાનમાં ગૌણ મુખ્ય કરવું તે ત્રીજી વાત છે.
એ લોકોની એવી એક માન્યતા છે, કે એને સાચું માનવાથી એના પ્રત્યેનો જે લગવાડ છે એ છૂટશે નહિ. આ જગતમાં હું શરીરધારી આત્મા છું. આ મારા મિત્ર છે, આ મારા સગા છે, આ મારા વેરી છે, વિરોધી છે. એવું જો સાચે સાચું હોય તો એનું વિસ્મરણ કેવી રીતે થાય?માટે એ બધું ખોટું માનો તો જ એનું વિસ્મરણ થાય.