________________
૧૯૧
પત્રાંક-૫૬૦ કેટલો અખૂટ ભંડાર ભરેલો જ હશે કે એ ચાલતું જ બંધ થતું નથી, નીકળતો પ્રવાહ બંધ જથતો નથી ! અને એની કેટલી સ્વતંત્ર શક્તિ છે!સ્વતંત્ર શક્તિ છે એટલે એનું એટલું પોતા ઉપર પ્રભુત્વ છે. પ્રભુત્વશક્તિમાં “અમૃતચંદ્રાચાર્યે એ શબ્દ વાપર્યો છે. એના ઉત્પાદને, એની પ્રક્રિયાને, એના કાર્યને કોઈ રોકી શકે નહિ, બંધ ન કરી શકે. એ પ્રવાહને એક સમય માટે કોઈ અટકાવી ન શકે.
હવે એ કોણ જોવે? કે પોતે જ જોવે. કોને જોવે?કે પોતાને જોવે. જોનાર પોતે અને જણાનાર પણ પોતે. જાણનાર પોતે, જણાનાર પણ પોતે. જો પોતે જાણનાર હોય અને પોતાને જાણતો હોય તો એની દિશા કઈ બાજુની થાય ? હવે દિશાને વિચારીએ તો. એવી પરિસ્થિતિમાં એ જાણવાની દિશા કઈ બાજુની રહે? કે અનાદિની જે પરસમુખ અને પરલક્ષવાળી જાણવાની વૃત્તિ હતી, એ જાણનાર પોતે પોતાને જાણતા એને સ્વસમ્મુખ થવું પડે તો જ એમ જણાય.
જ્યાં સુધી રાગાદિને અવલોકનમાં જાણે છે ત્યાં સુધી તો હજી સ્વસમ્મુખતા નથી. પણ એ અવલોકનનું કાર્યવિશેષ આગળ વધતાં જ્ઞાન જ્યારે જ્ઞાનને જ જાણે છે, ત્યારે એને સ્વસમ્મુખતા આવે છે. સ્વસમ્મુખતા આવે છે ત્યારે એને અનંત જ્ઞાનમય, અનંત સામર્થ્યમય, અનંત ગુણમય, અનંત સુખમય એવા સ્વસ્વરૂપનો નિર્ણય થઈ જાય છે અથવા એમાં એને ભાવભાસન આવી જાય છે. આ કાલનો આ ભાઈનો) પ્રશ્ન છે. તારો પ્રશ્ન ચાલી ગયો. ખ્યાલ છે ને? તો ઠીક. આમ વિષમકાળ છે પણ હવે આમ કાળ એવો છે કે જુઓ ! નાની-નાની ઉંમરના માણસોને પણ આવી વાતમાં રસ પડે છે. નહિતર આ તો બધી રંગરાગની વાતો નથી. રંગરાગ ઊડી જાય એવી આ બધી વાતો છે.
શું કહે છે? એ ઉદયને અમે સમપરિણામેવેદ્યો છે-જ્ઞાતા-દેણ રહીને વેદ્યો છે. એ ઉદય કોઈ એક પરપદાર્થ છે, માત્ર જાણવાનો વિષય છે, જણાય છે. જાણવાની મારી શક્તિને લઈ એ માત્ર ભિનપણે જણાય જાય છે. એનાથી મને કોઈ શાંતિ નથી, અશાંતિ નથી, લાભ નથી, નુકસાન નથી, સુખ નથી કે દુખ નથી. અનુકૂળતાપ્રતિકૂળતાની કલ્પના નિવૃત્ત કરીને વેદ્યો છે, લ્યો ! ઉદયમાં જીવને કાં તો અનુકૂળતાનો રસ આવે છે, કાં પ્રતિકૂળતાનો ખેદ આવે છે.
જમતા જમતા એક કોળિયો મોઢામાં મૂકે તો કાં સારો લાગે અને કાં ખરાબ લાગે. જો રસોઈ બરાબર ન થઈ હોય તો સારું ન લાગે. પોતાની રુચિ પ્રમાણેની બરાબર રસોઈ કરી હોય તો એને સારું લાગે છે. ભાવે એવું બનાવ્યું હોય તો સારું લાગે, નભાવે એવું બન્યું હોય તો ખરાબ લાગે છે. એટલે સારું પણ ન લાગે અને ખરાબ પણ ન લાગે