________________
૨૧૧
પત્રાંક-૫૬૩ શરીરનો ઉદય તે મારો ઉદય છે એમ જાણીને વેદતા નથી. આ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ જાણીને વેદે છે. પૂર્વકર્મ કોઈ એવું છે જેને કારણે આ ફેરફાર દેખાય છે. જે હોય તે, ભલે એ કર્મ ઉદયમાં આવી જાય. એ ઉદયમાં આવે તો અમને નુકસાન નથી કે અમને લાભ પણ નથી. ન તો શાંતિનું કારણ છે, ન તો અશાંતિનું કારણ છે. એમાંથી સુખ પણ આવતું નથી અને એમાંથી દુઃખ પણ આવતું નથી. મારાપણું કરતા દુઃખ છે અને ક્લેશ છે. એટલી વાત ચોક્કસ છે.
જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં. એ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી આત્માર્થ છોડવા ઇચ્છે નહિ. રાગી, દ્વેષી થઈને ઈષ્ટ-અનિષ્ટપણે જાણીને, પરિણમે નહિ. એટલું ભિનપણું જ્ઞાનીને વિષે હોય,...” આવું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે. પરમસત્ય છે. મહાપુરુષોને માથે નાખ્યું. જ્ઞાની પણ કેવી રીતે વિચારે છે ! કે હું તો પામર છું. મારા કરતાં તો ઘણા મહાપુરુષો, મહાન વિભૂતિઓ થઈ ગયા એમણે આ વાત કરી છે. ભલે પોતાને વર્તે છે, પોતે એ માર્ગની અંદરવર્તે છે તોપણ એ મોટાપુરુષો માથે નાખે છે.
સોગાનીજીની પ્રત્યેક પત્રમાં જુઓ તો કોઈ તત્ત્વની ચર્ચા કરતા છેવટે, કાં તો શરૂઆતમાં કહેશે, કાં છેલ્લે એમ કહેશે કે “શ્રીગુરુએ આમ કહ્યું છે. “શ્રીગુરુના ઉપદેશથી હું આમ સમજ્યો છું. મોટા પુરુષને માથે નાખે છે. એ પરમસત્ય છે. પોતે અંગીકાર કર્યું છે, એ જ માર્ગે પોતે ચાલે છે, એ મોટા પુરુષોની કહેલી વાત છે. મોટા પુરુષે આવું પરમ સત્ય પ્રસિદ્ધ કરેલું છે. અને એ જ જ્ઞાનીને હોવા યોગ્ય છે, બીજી રીતે હોવા યોગ્ય નથી. એ એક પોસ્ટકાર્ડમાં અઢી લીટીનો ટુકડો છે.
પત્રાંક-૫૬૩
મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૯૫૧ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજી સમપણું કરું છું.
તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપવર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સપુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યું લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.
લિ. રાયચંદના પ્રણામ.