________________
૨૧૦
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુતા રહેવી દુર્લભ છે;”મુમુક્ષતા જ નહિ રહે એમ કહે છે. અને એવી દશા વેદ્યા વિના....” એવી હદે જાગૃત રહ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં.” એ નામમાત્ર મુમુક્ષુ કહેવાય, વાતમાં કાંઈ માલ નથી. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. મુમુક્ષુ માટે મારા ચિત્તમાં તો મુખ્ય આવો અભિપ્રાય છે કે એની જાગૃતિ ઘણી હોવી જોઈએ. જો એ જાગૃત હોય તો જ બચી શકે નહિતર બીજા સંસારી જીવોમાં અને આ મુમુક્ષુમાં કાંઈ ફેર રહેતો નથી.
મુમુક્ષુ -મુમુક્ષુ જીવોની ભૂમિકા કેવી હોય એનો સ્પષ્ટ.
પૂજ્ય ભાઈશ્રી :- સ્પષ્ટ વાત છે. મુમુક્ષુનો ચિતાર તો એકદમ સ્પષ્ટ લીધો છે. કેમકે બધા સંસારી પ્રવૃત્તિમાં તો ઊભા જ છે. કુટુંબમાં છે, બીજી વ્યવસાય પ્રવૃત્તિ લૌકિકની છે. એ બધામાં એ કેટલો જાગૃત છે? આત્મહિતાર્થે એ કેટલો જાગૃત છે ? એના ઉપર જ એની મુમુક્ષતાનો આંક છે. બાકી મુમુક્ષુ પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, દયા-દાન કરે માટે મુમુક્ષુ છે. એવું મુમુક્ષુપણું જ્ઞાનીની દૃષ્ટિમાં નથી.
મુમુક્ષુ -જાગૃતિ મુમુક્ષનું લક્ષણ છે. પૂજ્ય ભાઈશ્રી-અંતર જાગૃતિ એ મુમુક્ષુતાનું લક્ષણ છે. અને એ.
પત્રાંક-૫૬૨
મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧ જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે, જ્ઞાની અંત સુધી આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છનહીં, એટલું ભિનપણું જ્ઞાનીને વિષે હોય,એમમોટા પુરુષોએ કહ્યું છે, તે સત્ય છે.
જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી.” જુઓ ! આનછૂટકે એનો અર્થ આ છે. જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે..... ભોગવવું પડે છે. લ્યો, આ માંદગી આવી. શરીરમાં રોગ શરૂ થઈ જાય તો એ રોગીષ્ટ અવસ્થા ભોગવવી પડે એમાં કાંઈ બીજો ઉપાય છે? ચાલે ખરું? એ સ્વતંત્ર પરમાણુ વિકૃત થયા છે. શરીરમાં વિકૃતિ આવી એ સ્વતંત્ર પરમાણનું કાર્ય છે. પણ જ્ઞાની સમ્યક પ્રકારે એમને દુઃખનું કારણ નથી, મને અશાંતિનું કારણ નથી, નુકસાનનું કારણ નથી, એમ જાણીને માત્ર મારા જ્ઞાનનું શેય છે એમ જાણીને એને સમ્યફ પ્રકારે વેદે છે. મારું શરીર છે એમ જાણીને વેદતા નથી. મારો પ્રસંગ છે, મારો ઉદય છે,